૩૯૮ ] [ મોક્ષશાસ્ત્ર
ઉત્તરઃ– આ સૂત્રમાં કહેલી તત્ત્વદ્રષ્ટિથી જોતાં એ માન્યતા ભૂલ ભરેલી છે; શુભભાવથી પુણ્યનો બંધ થાય છે, બંધ તે સંસાર છે, અને સંવરપૂર્વક નિર્જરા તે ધર્મ છે. જો શુભભાવથી પાપની નિર્જરા મ માનીએ તો તે (શુભભાવ) ધર્મ થયો; ધર્મથી બંધ કેમ થાય? માટે શુભભાવથી જૂનાં પાપકર્મની નિર્જરા થાય (આત્મપ્રદેશેથી પાપકર્મ ખરી જાય) -એ માન્યતા સાચી નથી. નિર્જરા શુદ્ધભાવથી જ થાય છે એટલે કે તત્ત્વદ્રષ્ટિ વગર સંવર પૂર્વક નિર્જરા થાય નહિ.
શુભભાવ અને અશુભભાવ બન્ને કષાય છે, તેથી તે સંસારનું કારણ છે. શુભભાવ વધતાં વધતાં તેનાથી શુદ્ધભાવ થાય જ નહિ. જ્યારે શુદ્ધના લક્ષે શુભ ટાળે ત્યારે શુદ્ધતા થાય. જેટલા અંશે શુદ્ધતા પ્રગટે તેટલા અંશે ધર્મ છે. શુભ કે અશુભમાં ધર્મનો અંશ પણ નથી એમ માનવું તે યથાર્થ છે; તે માન્યતા કર્યા વિના સમ્યગ્દર્શન કદી થાય નહિ. શુભયોગ તે સંવર છે એમ કેટલાક માને છે-તે અસત્ય છે એમ બતાવવા આ સૂત્રમાં બન્ને યોગને સ્પષ્ટપણે આસ્રવ કહ્યા છે. ।। ૩।।
सकषायाकषाययोः साम्परायिकेर्यांपथयोः।। ४।।
કર્મનો આસ્રવ થાય છે અને [अकषायस्य ईर्यापथस्य] કષાયરહિત જીવને સ્થિતિરહિત કર્મનો આસ્રવ થાય છે.
૧. કષાયનો અર્થ મિથ્યાદર્શનરૂપ-ક્રોધાદિ થાય છે. સમ્યગ્દ્રષ્ટિ જીવોને મિથ્યાદર્શનરૂપ કષાય હોતો નથી એટલે સમ્યગ્દ્રષ્ટિ જીવોને લાગુ પડતો કષાયનો અર્થ ‘પોતાની નબળાઈથી થતા ક્રોધ-માન-માયા-લોભ વગેરે’ એવો સમજવો. મિથ્યાદર્શન એટલે આત્માના સ્વરૂપની મિથ્યામાન્યતા-ઊંધી માન્યતા.
ર. સામ્પરાયિક આસ્રવ– આ આસ્રવ સંસારનું જ કારણ છે. મિથ્યાત્વભાવરૂપ આસ્રવ અનંત સંસારનું કારણ છે; મિથ્યાત્વનો અભાવ થયા પછી થતો ભાવાસ્રવ અલ્પ સંસારનું કારણ છે.