૪૦૦ ] [ મોક્ષશાસ્ત્ર ભાવેન્દ્રિયના ઉપયોગમાં તે નિમિત્ત થાય. ‘ઇન્દ્રિય’ નો અર્થ ભાવેન્દ્રિય દ્રવ્ય-ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો-એમ થાય છે, એ ત્રણે જ્ઞેયો છે; જ્ઞાયક આત્મા સાથે તેઓના એકત્વની માન્યતા તે (મિથ્યાત્વભાવ) જ્ઞેયજ્ઞાયકસંકરદોષ છે.
કષાય–રાગ-દ્વેષરૂપ આત્માની પ્રવૃત્તિ તે કષાય છે. તે પ્રવૃત્તિ તીવ્ર અને મંદ એમ બે પ્રકારની હોય છે.
અવ્રત– હિંસા, જૂ ઠું, ચોરી, મૈથુન અને પરિગ્રહ-એમ પાંચ પ્રકારનાં અવ્રત છે. ર. ક્રિયાઃ– આત્માના પ્રદેશોના પરિસ્પંદનરૂપ યોગ તે ક્રિયા છે; તેમાં મન, વચન અને કાયા નિમિત્ત હોય છે. આ ક્રિયા સકષાય યોગમાં દશમા ગુણસ્થાન સુધી હોય છે. પૌદ્ગલિક મન, વચન કે કાયાની કોઈ પણ ક્રિયા આત્માની નથી અને તે આત્માને લાભકારક કે નુકશાનકારક નથી. આત્મા જ્યારે સકષાય યોગરૂપે પરિણમે અને નવાં કર્મોનો આસ્રવ થાય ત્યારે આત્માનો સકષાય યોગ તે પુદ્ગલ-આસ્રવમાં નિમિત્ત છે અને પુદ્ગલ પોતે તે આસ્રવનું ઉપાદાનકારણ છે, ભાવાસ્રવનું ઉપાદાનકારણ આત્માની તે તે અવસ્થાની લાયકાત છે અને નિમિત્ત જૂનાં કર્મોનો ઉદય છે.
[નોંધઃ– પચીસ પ્રકારની ક્રિયાના વર્ણનમાં ‘ક્રિયા’ નો અર્થ ઉપર નં. ર માં કહ્યો તે પ્રમાણે કરવો - અર્થાત્ આત્માના પ્રદેશોની પરિસ્પંદનરૂપ ક્રિયા- એમ કરવો.]
(૧) સમ્યક્ત્વ ક્રિયાઃ– ચૈત્ય, ગુરુ, પ્રવચનની પૂજા વગેરે કાર્યોથી સમ્યક્ત્વની વૃદ્ધિ થાય છે તેથી તે સમ્યક્ત્વક્રિયા છે. અહીં મન, વચન, કાયાની જે ક્રિયા થાય છે તે સમ્યક્ત્વી જીવને શુભભાવમાં નિમિત્ત છે; તેઓ શુભભાવને ધર્મ માનતા નથી, તેથી તે માન્યતાની દ્રઢતા વડે તેમને સમ્યક્ત્વની વૃદ્ધિ થાય છે; માટે તે માન્યતા આસ્રવ નથી, પણ જે સકષાય (શુભભાવસહિત) યોગ છે તે ભાવ- આસ્રવ છે; દ્રવ્યકર્મના આસ્રવમાં તે સકષાયયોગ માત્ર નિમિત્તકારણ છે.
(૨) મિથ્યાત્વ ક્રિયાઃ– કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રનાં સ્તવનાદિરૂપ મિથ્યાત્વના કારણવાળી ક્રિયામાં અભિરુચિ તે મિથ્યાત્વ ક્રિયા છે.
(૩) પ્રયોગ ક્રિયાઃ– હાથ, પગ વગેરે ચલાવવાના ભાવરૂપ ક્રિયા તે પ્રયોગ ક્રિયા છે.
(૪) સમાદાન ક્રિયાઃ– સંયમી પુરુષનું અસંયમ સન્મુખ થવું તે સમાદાન ક્રિયા છે.