અ. ૬ સૂત્ર પ ] [ ૪૦૧
(પ) ઇર્યાપથ ક્રિયા– સમાદાન ક્રિયાથી ઊલટી ક્રિયા એટલે કે સંયમ વધારવા માટે સાધુ જે ક્રિયા કરે તે ઇર્યાપથ ક્રિયા છે. ઇર્યાપથ પાંચ સમિતિરૂપ છે; તેમાં જે શુભભાવ છે તે ઇર્યાપથ ક્રિયા છે. [સમિતિનું સ્વરૂપ નવમા અધ્યાયના પાંચમા સૂત્રમાં કહેવાશે.]
(૬) પ્રાદોષિક ક્રિયા–ક્રોધના આવેશથી દ્વેષાદિકરૂપ બુદ્ધિ કરવી તે પ્રાદોષિક ક્રિયા છે.
(૭) કાયિકી ક્રિયા–ઉપર્યુક્ત પ્રદોષ ઉત્પન્ન થતાં હાથથી મારવું, મુખથી ગાળો દેવી-ઇત્યાદિ પ્રવૃત્તિનો ભાવ તે કાયિકિ ક્રિયા છે.
(૮) અધિકરણિકી ક્રિયા–હિંસાના સાધનભૂત બંદૂક, છરી વગેરેનું લેવું, રાખવું તે સર્વે અધિકરણિકી ક્રિયા છે.
(૯) પરિતાપ ક્રિયાઃ– બીજાને દુઃખ દેવામાં લાગવું તે પરિતાપ ક્રિયા છે. (૧૦) પ્રાણાતિપાત ક્રિયા–બીજાનાં શરીર, ઇન્દ્રિય કે શ્વાસોશ્વાસને નષ્ટ કરવા તે પ્રાણાતિપાત ક્રિયા છે.
નોંધઃ– વ્યવહાર-કથન છે, તેનો અર્થ એમ સમજવો કે જીવ પોતામાં આ પ્રકારના અશુભભાવ કરે છે, ત્યારે આ ક્રિયામાં બતાવેલી પરવસ્તુઓ બ્રાહ્ય નિમિત્તરૂપે સ્વયં હોય છે. જીવ પરપદાર્થોનું કાંઈ કરી શકે કે પરપદાર્થો જીવનું કાંઈ કરી શકે એમ માનવું નહિ.
(૧૧) દર્શન ક્રિયા– સૌદંર્ય જોવાની ઇચ્છા તે દર્શન ક્રિયા છે. (૧૨) સ્પર્શન ક્રિયા–કોઈ ચીજને સ્પર્શ કરવાની ઈન્છા તે સ્પર્શન ક્રિયા છે (આમાં બીજી ઇન્દ્રિયો સંબંધી વાંછાનો સમાવેશ સમજી લેવો).
(૧૩) પ્રાત્યયિકી ક્રિયા– ઇન્દ્રિયના ભોગોની વૃદ્ધિ માટે નવી નવી સામગ્રી એકઠી કરવી કે ઉત્પન્ન કરવી તે પ્રાત્યયિકી ક્રિયા છે.