૪૦૨ ] [ મોક્ષશાસ્ત્ર
(૧૪) સમન્તાનુપાન ક્રિયા–સ્ત્રી, પુરુષ તથા પશુઓને બેસવા-ઉઠવાના સ્થાનો મળ-મૂત્રથી ખરાબ કરવાં તે સમન્તાનુપાત ક્રિયા છે.
(૧પ) અનાભોગ ક્રિયા–ભૂમિ જોયા વગર કે યત્નથી શોધ્યા વગર બેસવું, ઊઠવું, સૂવું કે કાંઈ નાંખવું તે અનાભોગ ક્રિયા છે.
(૧૬) સ્વહસ્ત ક્રિયા–જે કામ બીજાને લાયક હોય તે પોતે કરવું તે સ્વહસ્ત ક્રિયા છે.
(૧૭) નિસર્ગ ક્રિયા– પાપનાં સાધનો લેવા-દેવામાં સંમતિ આપવી તે નિસર્ગ ક્રિયા છે.
(૧૮) વિદારણ ક્રિયા–આળસને વશ થઈ સારાં કામો ન કરવાં અને બીજાના દોષો જાહેર કરવા તે વિદારણ ક્રિયા છે.
(૧૯) આજ્ઞા વ્યાપાદિની ક્રિયા–શાસ્ત્રની આજ્ઞાનું પોતે પાલન ન કરવું અને તેના વિપરીત અર્થ કરવા તથા વિપરીત ઉપદેશ આપવો તે આજ્ઞા વ્યાપાદિની ક્રિયા છે.
(૨૦) અનાકાંક્ષા ક્રિયા–ઉન્મત્તપણું કે આળસને વશ થઈ પ્રવચનમાં (-શાસ્ત્રોમાં) કહેલી આજ્ઞાઓ પ્રત્યે આદર કે પે્રમ ન રાખવો તે અનાકાંક્ષા ક્રિયા છે.
(૨૧) આરંભ ક્રિયા– નુકસાનકારી કાર્યોમાં રોકાવું, છેદવું, તોડવું, ભેદવું કે બીજા કોઈ તેમ કરે તો હર્ષિત થવું તે આરંભ ક્રિયા છે.
(૨૨) પરિગ્રહ ક્રિયા–પરિગ્રહનો કાંઈ પણ ધ્વંસ ન થાય એવા ઉપાયોમાં લાગ્યા રહેવું તે પરિગ્રહ ક્રિયા છે.
(૨૩) માયા ક્રિયા–જ્ઞાનાદિ ગુણોને માયાચારથી છુપાવવા તે માયા ક્રિયા છે. (૨૪) મિથ્યાદર્શન ક્રિયા–મિથ્યાદ્રષ્ટિઓની તેમ જ મિથ્યાત્વથી ભરેલાં કામોની પ્રશંસા કરવી તે મિથ્યાદર્શન ક્રિયા છે.
(૨પ) અપ્રત્યાખ્યાન ક્રિયા–જે ત્યાગ કરવા લાયક હોય તેનો ત્યાગ ન કરવો