અ. ૬ સૂત્ર ૬-૭ ] [ ૪૦૩ તે અપ્રત્યાખ્યાન ક્રિયા છે. (પ્રત્યાખ્યાનનો અર્થ ત્યાગ છે, વિષયો પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવાને બદલે તેમાં આસક્તિ કરવી તે અપ્રત્યાખ્યાન છે.)
નોંધ– નં. ૧૦ ની ક્રિયા નીચે જે નોંધ છે તે નં. ૧૧ થી ૨પ સુધીની ક્રિયાને પણ લાગુ પડે છે.
નં. ૬ થી ૨પ સુધીની ક્રિયાઓમાં આત્માનો અશુભભાવ છે; અશુભભાવરૂપ કષાય યોગ તે ભાવ-આસ્રવ છે, પરંતુ જડ મન, વચન કે શરીરની ક્રિયા તે કાંઈ ભાવ આસ્રવનું કારણ નથી. ભાવાસ્રવનું નિમિત્ત પામીને જડ રજકણરૂપ કર્મો જીવ સાથે એકક્ષેત્રાવગાહરૂપે આવે છે. ઇન્દ્રિય, કષાય તથા અવ્રત કારણ છે અને ક્રિયા તેનું કાર્ય છે.।। પ।।
અર્થઃ– [तीव्र मन्द ज्ञात अज्ञातभाव] તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, [अधिकरणछीर्यविशेषेभ्यः] અધિકરણ વિશેષ અને વીર્ય વિશેષથી [तत् विशेषः] આસ્રવમાં વિશેષતા-હીનાધિકતા થાય છે.
તીવ્રભાવ–અત્યંત વધેલા ક્રોધાદિ દ્વારા જે તીવ્રરૂપ ભાવ થાય છે તે તીવ્રભાવ છે. મંદભાવ– કષાયોની મંદતાથી જે ભાવ થાય છે તે મંદભાવ છે. જ્ઞાતભાવ–જાણીને ઈરાદાપૂર્વક કરવામાં આવતી પ્રવૃત્તિ તે જ્ઞાતભાવ છે. અજ્ઞાતભાવ–જાણ્યા વિના અસાવધાનતાથી પ્રવર્તવું તે અજ્ઞાતભાવ છે. અધિકરણ–જે દ્રવ્યનો આશ્રય લેવામાં આવે તે અધિકરણ છે. વીર્ય– દ્રવ્યની શક્તિ વિશેષ તે વીર્ય-બળ છે. ।। ૬।।
અર્થઃ– [अधिकरणं] અધિકરણ [जीवाऽजीवाः] જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય એમ બે ભેદરૂપ છે; તેનો સ્પષ્ટ અર્થ એ છે કે આત્મામાં જે કર્માસ્રવ થાય છે તેમાં બે પ્રકારનાં નિમિત્તો છેઃ એક જીવનિમિત્ત અને બીજું અજીવનિમિત્ત.