Moksha Shastra (Gujarati). Sutra: 7-8 (Chapter 6).

< Previous Page   Next Page >


Page 405 of 655
PDF/HTML Page 460 of 710

 

૪૦૪ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

૧. અહીં અધિકરણનો અર્થ નિમિત્ત થાય છે. છઠ્ઠા સૂત્રમાં આસ્રવની તારતમ્યતાના કારણમાં એક કારણ ‘અધિકરણ’ કહ્યું છે. તે અધિકરણના પ્રકાર બતાવવા માટે આ સૂત્રમાં જીવ અને અજીવ કર્માસ્રવમાં નિમિત્ત છે એમ જણાવ્યું છે.

ર. જીવ અને અજીવના પર્યાયો અધિકરણ છે એમ બતાવવા માટે સૂત્રમાં દ્વિવચન નહિ વાપરતાં બહુવચન વાપરેલ છે. જીવ-અજીવ સામાન્ય અધિકરણ નથી પણ જીવ-અજીવના વિશેષ પર્યાયો અધિકરણ થાય છે. જો જીવ-અજીવ ના સામાન્યને અધિકરણ કહેવામાં આવે તો સર્વે જીવ અને સર્વે અજીવ અધિકરણ થાય. પણ તેમ થતું નથી, કેમ કે જીવ-અજીવના વિશેષ-વિશેષ પર્યાય જ અધિકરણ સ્વરૂપ થાય છે. ।। ।।

જીવ–અધિકરણના ભેદ
आद्यं संरंभसमारंभारंभयोगकृतकारितानुमतकषाय–
विशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः।। ८।।

અર્થઃ– [आद्यं] પહેલો અર્થાત્ જીવ અધિકરણ-આસ્રવ [संरम्भ समारम्भ आरंभ] સંરંભ-સમારંભ-આરંભ [योग] મન-વચન-કાયરૂપ ત્રણ યોગ [कृत कारित अनुमत] કૃત-કારિત-અનુમોદના તથા [कषायविशेषैःच] ક્રોધાદિ ચાર કષાયોની વિશેષતાથી [त्रिः त्रिः त्रिः चतुः] × ૩ × ૩ × ૩ × ૪ [एकशः] ૧૦૮ ભેદરૂપ છે.

ટીકા

સરંમ્ભાદિ ત્રણ પ્રકાર છે; તે દરેકમાં મન-વચન-કાય એ ત્રણ બોલ લગાડવાથી નવ ભેદ થયા; તે દરેક ભેદમાં કૃત-કારિત-અનુમોદના એ ત્રણ બોલ લગાડવાથી સત્તાવીસ ભેદ થયા અને તે દરેકમાં ક્રોધ-માન-માયા-લોભ એ ચાર બોલ લગાડવાથી કુલ એકસો આઠ ભેદ થાય છે. આ બધા ભેદ જીવ-અધિકરણ આસ્રવના છે.

સૂત્રમાં શબ્દ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન કષાયના ચાર પ્રકાર સૂચવે છે.

અનંતાનુબંધી કષાય–જે કષાયથી જીવ પોતાના સ્વરૂપાચરણ ચારિત્રનું ગ્રહણ ન કરી શકે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે અર્થાત્ આત્માના સ્વરૂપાચરણ ચારિત્રને જે ઘાતે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે.

અનંત સંસારનું કારણ હોવાથી મિથ્યાત્વને ‘અનંત’ કહેવામાં આવે છે; તેની સાથે જે કષાયનો બંધ થાય છે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે.