અ. ૬ સૂત્ર ૮-૯ ] [ ૪૦પ
અપ્રત્યાખ્યાન કષાય–જે કષાયથી જીવ એકદેશરૂપ સંયમ (-સમ્યગ્દ્રષ્ટિ- શ્રાવકનાં વ્રત) કિંચિત્ માત્ર પામી ન શકે તેને અપ્રત્યાખ્યાન કષાય કહેવાય છે.
પ્રત્યાખ્યાન કષાય–જે કષાયથી જીવ સમ્યગ્દર્શનપુર્વકના સકળ સંયમને ગ્રહણ કરી શકે નહિ તેને પ્રત્યાખ્યાન કષાય કહેવાય છે.
સંજ્વલન કષાય–જે કષાયથી સંયમી જીવનો સંયમ તો ટકી રહે પરંતુ શુદ્ધ સ્વભાવમાં-શુદ્ધોપયોગમાં પૂર્ણપણે લીન થઈ શકે નહિ તેને સંજ્વલન કષાય કહેવાય છે.
સંરમ્ભ–કોઈ પણ વિકારી કાર્ય કરવાનો નિર્ણય-સંકલ્પ કરવો તેને સંરમ્ભ કહેવાય છે. (સંકલ્પ બે પ્રકારના છે. ૧. મિથ્યાત્વરૂપ સંકલ્પ, ર. અસ્થિરતારૂપ સંકલ્પ)
સમારંભ–તે નિર્ણયને અનુસરીને સાધનો મેળવવાનો ભાવ તેને સમારંભ કહેવાય છે.
આરંભ–તે કાર્યની શરૂઆત કરવી તેને આરંભ કહેવાય છે. કૃત– પોતે જાતે કરવાનો ભાવ તેને કૃત કહેવાય છે. કારિત–બીજા પાસે કરાવવાનો ભાવ તેને કારિત કહેવાય છે. અનુમત–બીજાઓ કરે તેને ભલું સમજવું તેને અનુમત કહેવાય છે. ।। ૮।।
અર્થઃ– [परम्] બીજો અર્થાત્ અજીવ-અધિકરણ આસ્રવ [निर्वर्तना द्वि] બે પ્રકારની નિર્વર્તના, [निक्षेप चतुः] ચાર પ્રકારના નિક્ષેપ, [संयोग द्वि] બે પ્રકારના સંયોગ અને [निसर्गाः त्रि भेदाः] ત્રણ પ્રકારના નિસર્ગ-એમ કુલ ૧૧ ભેદરૂપ છે.
નિર્વર્તના–રચના કરવી-નિપજાવવું તે નિર્વર્તના છે; તેના બે પ્રકાર છેઃ ૧- શરીરથી કુચેષ્ટા ઉપજાવવી તે દેહ-દુઃપ્રયુક્ત નિર્વર્તના છે અને ર-શસ્ત્ર વગેરે હિંસાના ઉપકરણની રચના કરવી તે ઉપકરણનિર્વર્તના છે. અથવા બીજા પ્રકારે બે ભેદ આ પ્રમાણે પડે છેઃ ૧- પાંચ પ્રકારનાં શરીર, મન, વચન, શ્વાસોશ્વાસનું નિપજાવવું તે મૂળગુણ નિર્વર્તના છે અને કાષ્ટ, માટી વગેરેથી ચિત્ર વગેરેની રચના કરવી તે ઉત્તરગુણ નિર્વર્તના છે.
નિક્ષેપઃ– વસ્તુને મૂકવી તે નિક્ષેપ છે. તેના ચાર ભેદ છેઃ ૧. જોયા વિના વસ્તુ