અ. ૬ સૂત્ર ૨૪ ] [ ૪૨૯
प्रवचनवत्सलत्वमितिती–थकरत्वस्य।। २४।।
વિનયસમ્પન્નતા, [शीलव्रतेषु अनतोचारो] ૩-શીલ અને વ્રતોમાં અનતિચાર, [अभिक्ष्णज्ञानोपयोगः] ૪-નિરંતર જ્ઞાનોપયોગ, [संवेगः] પ-સંવેગ અર્થાત્ સંસારથી ભયભીત હોવું, [शक्तितः त्याग तपसी] ૬-૭-શક્તિ અનુસાર ત્યાગ તથા તપ કરવો, [साधुसमाधिः] ૮-સાધુ-સમાધિ, [वैयावृत्यकरणम्] ૯-વૈયાવૃત્ય કરવી, [अर्हत् आचार्य बहुश्रुत प्रवचन भक्तिः] ૧૦-૧૩-અર્હત્-આચાર્ય-બહુશ્રુત (ઉપાધ્યાય) અને પ્રવચન પ્રત્યે ભક્તિ, [आवश्यक अपरिहाणिः] ૧૪-આવશ્યકમાં હાનિ ન કરવી, [मार्गप्रभावनाः] ૧પ-માર્ગ પ્રભાવના અને [प्रवचनवत्सलत्वम्] ૧૬-પ્રવચન-વાત્સલ્ય [इति तीर्थंकरत्वस्य] એ સોળ ભાવના તીર્થંકરનામકર્મના આસ્રવનાં કારણો છે.
૧. આ બધી ભાવનાઓમાં દર્શનવિશુદ્ધિ મુખ્ય છે, તેથી પ્રથમ જ તે જણાવેલ છે; તેના અભાવમાં બીજી બધી ભાવના હોય તોપણ તીર્થંકરનામકર્મનો આસ્રવ થતો નથી, અને તેના સદ્ભાવમાં બીજી ભાવનાઓ હોય કે ન હોય તોપણ તીર્થંકરનામકર્મનો આસ્રવ થાય છે.
ર. અહીં જણાવેલી સોળ ભાવના સંબંધમાં વિશેષ કહેવામાં આવે છે-
દર્શનવિશુદ્ધિ એટલે સમ્યગ્દર્શનની વિશુદ્ધિ. સમ્યગ્દર્શન પોતે આત્માનો શુદ્ધ પર્યાય હોવાથી તે બંધનું કારણ નથી, પણ સમ્યગ્દર્શનની ભૂમિકામાં એક ખાસ પ્રકારની કષાયની વિશુદ્ધિ થાય છે તે તીર્થંકરનામકર્મના બંધનું કારણ થાય છે. દ્રષ્ટાંતઃ- વચનકર્મને (અર્થાત્ વચનરૂપી કાર્યને) યોગ કહેવાય છે. પરંતુ ‘વચન યોગ’નો અર્થ ‘વચનદ્વારા થતું આત્મકર્મ તે યોગ’ એવો થાય છે, કેમ કે જડ વચન કાંઈ બંધનું કારણ નથી. આત્મામાં જે આસ્રવ થાય છે તે આત્માની ચંચળતાથી થાય છે,