૪૨૮ ] [ મોક્ષશાસ્ત્ર વક્રતાને ઉપચારથી યોગ-વક્રતા કહેલ છે; યોગના વિસંવાદન સંબંધમાં પણ તે પ્રમાણે સમજી લેવું.
ર. પ્રશ્નઃ– વિસંવાદનનો અર્થ અન્યથા પ્રવર્તન એવો થાય છે અને તેનો સમાવેશ વક્રતામાં થઈ જાય છે છતાં ‘વિસંવાદન’ શબ્દ જુદો શા માટે કહ્યો?
ઉત્તરઃ– જીવની પોતાની અપેક્ષાએ યોગ વક્રતા કહેવાય છે અને પરની અપેક્ષાએ વિસંવાદન કહેવાય છે. મોક્ષમાર્ગમાં પ્રતિકૂળ એવી મન-વચન-કાયા દ્વારા ખોટી પ્રયોજના કરવી તે યોગ વક્રતા છે અને બીજાને તેમ કરવાનું કહેવું તે વિસંવાદન છે. કોઈ જીવ શુભ કરતો હોય તેને અશુભ કરવાનું કહેવું તે પણ વિસંવાદન છે. કોઈ જીવ શુભરાગ કરતો હોય અને તેમાં ધર્મ માનતો હોય તેને એમ કહેવું કે, શુભરાગથી ધર્મ ન થાય પણ બંધ થાય અને સાચી સમજણ તથા વીતરાગ ભાવથી ધર્મ થાય; આવો ઉપદેશ આપવો તે વિસંવાદન નથી કેમ કે તેમાં તો સમ્યક્ ન્યાયનું પ્રતિપાદન છે, તેથી તે કારણે અશુભ બંધ થાય નહિ.
૩. આ સૂત્રના ‘च’ શબ્દમાં મિથ્યાદર્શનનું સેવન, કોઈનું ખોટું વાંકું બોલવું. ચિત્તનું અસ્થિરપણું, કપટરૂપ માપ-તોલ, પરની નિંદા, પોતાની પ્રશંસા ઇત્યાદિનો સમાવેશ થઈ જાય છે. ।। રર।।
અર્થઃ– [तत् विपरीतं] તેનાથી અર્થાત્ અશુભનામકર્મના આસ્રવનાં જે કારણો કહ્યાં તેનાથી વિપરીતભાવો [शुभस्य] શુભનામકર્મના આસ્રવનાં કારણો છે.
૧. બાવીસમાં સૂત્રમાં યોગની વક્રતા અને વિસંવાદનને અશુભકર્મના આસ્રવનાં કારણો કહ્યાં છે તેનાથી વિપરીત એટલે સરળતા હોવી અને અન્યથા પ્રવૃત્તિનો અભાવ હોવો તે શુભનામકર્મના આસ્રવનાં કારણો છે.
ર. અહીં ‘સરળતા’ શબ્દનો અર્થ ‘પોતાના શુદ્ધસ્વભાવરૂપ સરળતા’ એમ ન સમજવો પણ ‘શુભભાવરૂપ સરળતા’ એમ સમજવો. અન્યથા પ્રવૃત્તિનો અભાવ તે પણ શુભભાવરૂપ સમજવો. શુદ્ધભાવ તો આસ્રવ-બંધનું કારણ હોય નહિ. ।। ર૩।।