Moksha Shastra (Gujarati). Sutra: 21-22 (Chapter 6).

< Previous Page   Next Page >


Page 428 of 655
PDF/HTML Page 483 of 710

 

અ. ૬ સૂત્ર ૨૨ ] [ ૪૨૭ નથી તોપણ તે ભૂમિકામાં જે રાગાંશ મનુષ્ય અને તિર્યંચને હોય છે તે દેવાયુના આસ્રવનું કારણ થાય છે. સરાગસંયમ અને સંયમાસંયમ સંબંધમાં પણ એ જ પ્રમાણે છે તે ઉપર કહેવાઈ ગયું છે.

ર. દેવાયુના આસ્રવનાં કારણ સંબંધી ર૦ મું સૂત્ર કહ્યા પછી આ સૂત્ર જુદું લખવાનું પ્રયોજન એ છે કે, સમ્યગ્દ્રષ્ટિ મનુષ્ય તથા તિર્યંચને જે રાગ હોય છે તે વૈમાનિક દેવાયુના જ આસ્રવનું કારણ થાય છે, હલકા દેવોનાં આયુનું કારણ તે રાગ થતો નથી.

૩. સમ્યગ્દ્રષ્ટિને જેટલા અંશે રાગ નથી તેટલા અંશે આસ્રવ-બંધ નથી અને જેટલા અંશે રાગ છે તેટલા અંશે આસ્રવ-બંધ છે. (જુઓ, શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત પુરુષાર્થસિદ્ધિ ઉપાય ગાથા ર૧ર થી ર૧૪) સમ્યગ્દર્શન પોતે અબંધ છે અર્થાત્ તે પોતે કોઈ પ્રકારના બંધનું કારણ નથી. મિથ્યાદ્રષ્ટિને કોઈ પણ અંશે રાગનો અભાવ હોય એમ બનતું જ નથી તેથી તે સંપૂર્ણપણે હંમેશાં બંધભાવમાં જ હોય છે.

અહીં આયુકર્મના આસ્રવ સંબંધી વર્ણન પૂરું થયું. ।। ર૧।।

હવે નામકર્મના આસ્રવનું કારણ જણાવે છે-
અશુભનામકર્મના આસ્રવનું કારણ

योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः।। २२।।

અર્થઃ– [योगवक्रता] યોગમાં કુટિલતા [विसंवादनं च] અને વિસંવાદન

અર્થાત્ અન્યથા પ્રવર્તન તે [अशुभस्य नाम्नः] અશુભનામકર્મના આસ્રવનું કારણ છે.

ટીકા

૧. આત્માના પ્રદેશોનું પરિસ્પંદન તે યોગ છે (જુઓ, આ અધ્યાયના પહેલા સૂત્રની ટીકા). એકેલો યોગ માત્ર સાતાવેદનીયના આસ્રવનું કારણ છે. યોગમાં વક્રતા હોતી નથી પણ ઉપયોગમાં વક્રતા (-કુટિલતા) હોય છે. જે યોગની સાથે ઉપયોગની વક્રતા રહેલી હોય તે અશુભનામકર્મના આસ્રવનું કારણ છે. આસ્રવના પ્રકરણમાં યોગનું મુખ્યપણું છે અને બંધના પ્રકરણમાં બંધપરિણામોનું મુખ્યપણું છે; તેથી આ અધ્યાયમાં અને આ સૂત્રમાં યોગ શબ્દ વાપર્યો છે. પરિણામોનું વક્રપણું જડ-મન, વચન કે કાયા-માં હોતું નથી તેમ જ યોગમાં પણ હોતું નથી પણ ઉપયોગમાં હોય છે. અહીં આસ્રવનું પ્રકરણ હોવાથી અને આસ્રવનું કારણ યોગ હોવાથી, ઉપયોગની