Moksha Shastra (Gujarati). Sutra: 20 (Chapter 6).

< Previous Page   Next Page >


Page 427 of 655
PDF/HTML Page 482 of 710

 

૪૨૬ ] [ મોક્ષશાસ્ત્ર

દેવાયુના આસ્રવનું કારણ
सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि दैवस्य।। २०।।
અર્થઃ– [सरागसंयम संयमासंयम अकामनिर्जरा बालतपांसि] સરાગસંયમ,

સંયમાસંયમ, અકામનિર્જરા અને બાળતપ [देवस्य] તે દેવાયુના આસ્રવનાં કારણો છે.

ટીકા

૧. આ સૂત્રમાં જણાવેલા ભાવોના અર્થ પૂર્વે ૧ર મા સૂત્રની ટીકામાં આવી ગયા છે. જુઓ પાનું ૪૩૧. પરિણામો બગડયા વગર મંદકષાય રાખીને દુઃખ સહન કરવું તે અકામનિર્જરા છે.

ર. મિથ્યાદ્રષ્ટિને સરાગસંયમ અને સંયમાસંયમ હોતાં નથી પણ ‘બાળતપ’ હોય છે; માટે બાહ્ય વ્રત ધારણ કર્યાં હોય તે ઉપરથી તે જીવને સરાગસંયમ કે સંયમાસંયમ છે-એમ માની લેવું નહિ. સમ્યગ્દર્શન થયા પછી પાંચમા ગુણસ્થાને અણવ્રત અર્થાત્ સંયમાસંયમ અને છઠ્ઠા ગુણસ્થાને મહાવ્રત અર્થાત્ સરાગસંયમ હોય છે. સમ્યગ્દર્શન હોવા છતાં અણુવ્રત કે મહાવ્રત ન હોય એમ પણ બને છે. તેવા જીવોને વીતરાગદેવનાં દર્શન-પૂજા, સ્વાધ્યાય, અનુકંપા ઇત્યાદિ શુભભાવ હોય છે; પહેલાથી ચોથા ગુણસ્થાન સુધી તે જાતના શુભભાવ હોય છે; પણ ત્યાં વ્રત હોતાં નથી. અજ્ઞાનીના માનેલાં વ્રત અને તપને બાળવ્રત અને બાળતપ કહ્યાં છે. ‘બાળતપ’ શબ્દ તો આ સૂત્રમાં જણાવ્યો છે અને બાળવ્રતનો સમાવેશ ઉપરના (૧૯ મા) સૂત્રમાં થાય છે. (જુઓ, સૂત્ર ૧ર તથા ર૧ની ટીકા.)

૩. અહીં પણ એ જાણવું કે સરાગસંયમ અને સંયમાસંયમમાં જેટલો વીતરાગીભાવરૂપ સંયમ પ્રગટયો છે તે આસ્રવનું કારણ નથી પણ તેની સાથે જે રાગ વર્તે છે તે આસ્રવનું કારણ છે. ।। ર૦।।

દેવાયુના આસ્રવનું કારણ (ચાલુ)
सम्यक्त्वं च।। २१।।

અર્થઃ– [सम्यक्त्वं च] સમ્યગ્દર્શન પણ દેવાયુના આસ્રવનું કારણ છે અર્થાત્ સમ્યગ્દર્શન સાથે રહેલો રાગ તે પણ દેવાયુના આસ્રવનું કારણ છે,

ટીકા

૧. જો કે સમ્યગ્દર્શન શુદ્ધભાવ હોવાથી તે કોઈ પણ કર્મના આસ્રવનું કારણ