અ. ૬ સૂત્ર ૧૯-૨૦ ] [ ૪૨પ
૧. આ સૂત્રને સત્તરમા સૂત્રથી જુદું લખવાનું કારણ એ છે કે આ સૂત્રમાં જણાવેલી બાબત દેવાયુના આસ્રવનું પણ કારણ થાય છે.
ર. અહીં ‘स्वभाव’ નો અર્થ ‘આત્માનો શુદ્ધ સ્વભાવ’ એમ ન સમજવો; કેમ કે નિજસ્વભાવ બંધનું કારણ હોય નહિ. અહીં ‘स्वभाव’ નો અર્થ ‘કોઈએ શીખવ્યા વગર’ એમ થાય છે. માર્દવ પણ આત્માનો એક શુદ્ધભાવ છે. પરંતુ અહીં ‘मार्दव’ નો અર્થ ‘શુભભાવરૂપ (મંદકષાયરૂપ) સરળ પરિણામ’ એમ કરવો; કેમ કે શુદ્ધભાવરૂપ માર્દવ છે તે બંધનું કારણ નથી પણ શુભભાવરૂપ માર્દવ છે તે જ બંધનું કારણ છે. ।। ૧૮।।
અર્થઃ– [निःशोलव्रतत्त्वं च] શીલ અને વ્રતનો અભાવ તે પણ [सर्वेषाम्] બધા પ્રકારનાં આયુના આસ્રવનું કારણ છે.
૧. પ્રશ્નઃ– જે વ્રત અને શીલ રહિત હોય તેને દેવાયુનો આસ્રવ કેમ થાય? ઉત્તરઃ– ભોગભૂમિના જીવોને શીલ-વ્રતાદિ નથી તોપણ દેવાયુનો જ આસ્રવ થાય છે.
ર. એ વાત ખાસ લક્ષમાં રાખવી કે મિથ્યાદ્રષ્ટિને સાચાં શીલ કે વ્રત હોતાં નથી. મિથ્યાદ્રષ્ટિ જીવ ગમે તેવા શુભરાગરૂપ શીલવ્રત પાળતો હોય તોપણ તે સાચાં શીલવ્રતરહિત જ છે. સમ્યગ્દ્રષ્ટિ થયા પછી જીવ અણુવ્રત કે મહાવ્રત ધારણ કરે તેટલાથી તે જીવ આયુના બંધરહિત થઈ જતો નથી; સમ્યગ્દ્રષ્ટિનાં સાચાં અણુવ્રત અને મહાવ્રત દેવાયુના આસ્રવનું કારણ છે કેમ કે તે પણ રાગ છે. માત્ર વીતરાગભાવ જ બંધનું કારણ ન થાય; કોઈ પણ પ્રકારનો રાગ હોય તે તો આસ્રવ અને બંધનું કારણ થાય જ. હવે પછીના (ર૦ મા) સૂત્રમાં તે સ્પષ્ટ કર્યું છે. ‘બાળતપ’ આસ્રવનું કારણ છે એમ ૧ર તથા ર૦ મા સૂત્રમાં કહ્યું છે. ।। ૧૯।।