અ. ૬ સૂત્ર ૨૪ ] [ ૪૩૧ તેમ જ પરંપરા ફળ વિચારવું. અજ્ઞાનની નિવૃત્તિ અને હિતાહિતની સમજણ સાચા જ્ઞાનથી જ થાય છે; તેથી તે પણ જ્ઞાનોપયોગનો અર્થ છે. માટે સાચા જ્ઞાનને પોતાનું હિતકારી માનવું જોઈએ. જ્ઞાનોપયોગમાં જે વીતરાગતા છે તે બંધનું કારણ નથી પણ જે શુભભાવરૂપ રાગ છે તે બંધનું કારણ છે.
નિત્ય સંસારના દુઃખોથી ભીરુતાનો ભાવ તે સંવેગ છે; તેમાં જે વીતરાગભાવ છે તે બંધનું કારણ નથી પણ જે શુભરાગ છે તે બંધનું કારણ છે. સમ્યગ્દ્રષ્ટિઓને જે વ્યવહાર સંવેગ હોય છે તે રાગભાવ છે; જ્યારે નિર્વિકલ્પદશામાં ન રહી શકાય ત્યારે તેવો સંવેગભાવ નિરંતર હોય છે.
૧. ત્યાગ બે પ્રકારના છે- શુદ્ધભાવરૂપ અને શુભભાવરૂપ; તેમાં જેટલે અંશે શુદ્ધતા હોય તેટલે અંશે વીતરાગતા છે અને તે બંધનું કારણ નથી. સમ્યગ્દ્રષ્ટિને શુભભાવરૂપ ત્યાગ શક્તિ-અનુસાર હોય છે; શક્તિથી હીન કે અધિક હોતો નથી, શુભરાગરૂપ ત્યાગભાવ બંધનું કારણ છે.
‘ત્યાગ’નો અર્થ ‘દાન દેવું’ એવો પણ થાય છે. ર. ઇચ્છા-નિરોધ તે તપ છે એટલે કે શુભાશુભભાવનો નિરોધ તે તપ છે; આ તપ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે; તેને નિશ્ચયતપ કહેવાય છે. સમ્યગ્દ્રષ્ટિને જેટલે અંશે વીતરાગભાવ છે તેટલે અંશે નિશ્ચયતપ છે અને તે બંધનું કારણ નથી; પણ જેટલે અંશે શુભરાગરૂપ વ્યવહારતપ છે તે બંધનું કારણ છે. મિથ્યાદ્રષ્ટિને સાચું તપ હોતું નથી; તેના શુભરાગરૂપ તપને ‘બાળતપ’ કહેવામાં આવે છે. ‘બાળ’નો અર્થ અજ્ઞાન, મૂઢ એવો છે. અજ્ઞાનીના તપ વગેરેના શુભભાવ તીર્થંકરપ્રકૃતિના આસ્રવનું કારણ થઈ શકે જ નહિ.
સમ્યગ્દ્રષ્ટિ સાધુને તપમાં તથા આત્મસિદ્ધિમાં વિઘ્ન આવતું દેખીને તે દૂર કરવાનો ભાવ અને તેમને સમાધિ ટકી રહે એવો ભાવ તે સાધુસમાધિ છે; આ શુભરાગ છે. આવો રાગ યથાર્થપણે સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, પણ તેઓને તે રાગની ભાવના હોતી નથી.
વૈયાવૃત્ય એટલે સેવા; રોગી, નાની ઉંમરના કે વૃદ્ધ મુનિઓની સેવા કરવી તે