૪૩૨ ] [ મોક્ષશાસ્ત્ર વૈયાવૃત્યકરણ છે. ‘સાધુસમાધિ’માં સાધુનું ચિત્ત સંતુષ્ટ રાખવું એવો અર્થ થાય છે અને ‘વૈયાવૃત્યકરણ’માં તપસ્વીઓને યોગ્ય સાધન એકઠું કરવું કે જે સદા ઉપયોગી થાય-એવા હેતુથી જે દાન દેવામાં આવે તે વૈયાવૃત્ય છે, પણ સાધુસમાધિ નથી. સાધુઓના સ્થાનને સાફ રાખવું, દુઃખનું કારણ ઊપજતું દેખી તેમના પગ દાબવા વગેરે પ્રકારે સેવા કરવી તે પણ વૈયાવૃત્ય છે; આ શુભભાવ છે.
ભક્તિ બે પ્રકારની છે- એક શુદ્ધભાવરૂપ અને બીજી શુભભાવરૂપ, સમ્યગ્દર્શન તે પરમાર્થ ભક્તિ એટલે કે શુદ્ધભાવરૂપ ભક્તિ છે. સમ્યગ્દ્રષ્ટિની નિશ્ચયભક્તિ શુદ્ધાત્મતત્ત્વની ભાવનારૂપ છે; તે શુદ્ધભાવરૂપ હોવાથી બંધનું કારણ નથી. સમ્યગ્દ્રષ્ટિને શુભભાવરૂપ જે સરાગભક્તિ હોય છે તે પંચપરમેષ્ઠીની આરાધનારૂપ છે (જુઓ, શ્રી હિંદી સમયસાર, આસ્રવ-અધિકાર ગાથા ૧૭૩ થી ૧૭૬, જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકા, પા. રપ૦).
૧. અર્હત્ અને આચાર્યનો સમાવેશ પંચપરમેષ્ઠીમાં થઈ જાય છે. સર્વજ્ઞકેવળી જિન ભગવાન અર્હત્ છે; તેઓ સંપૂર્ણ ધર્મોપદેશના વિધાતા (કરનાર) છે; તેઓ સાક્ષાત્ જ્ઞાની પૂર્ણ વીતરાગ છે. ર. સાધુસંઘમાં જે મુખ્ય સાધુ હોય તેમને આચાર્ય કહેવામાં આવે છે; તેઓ સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક ચારિત્રના પાલક છે અને બીજાને તેમાં નિમિત્ત થાય છે; તેમને ઘણી વીતરાગતા પ્રગટી હોય છે. ૩. બહુશ્રુતનો અર્થ ‘બહુ જ્ઞાની,’ ‘ઉપાધ્યાય’ કે ‘સર્વ શાસ્ત્રસંપન્ન’ એમ થાય છે; ૪. સમ્યગ્દ્રષ્ટિની શાસ્ત્રભક્તિ તે પ્રવચનભક્તિ છે. આ ભક્તિમાં જેટલો રાગ ભાવ છે તે આસ્રવનું કારણ છે એમ સમજવું.
આવશ્યક અપરિહાણિનો અર્થ ‘આવશ્યક ક્રિયાઓમાં હાનિ થવા ન દેવી’ એમ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્યારે શુદ્ધભાવમાં ન રહી શકે ત્યારે અશુભભાવ ટાળતાં શુભભાવ રહી જાય છે; આ વખતે શુભરાગરૂપ છ આવશ્યક ક્રિયાઓ તેમને હોય છે. તે આવશ્યક ક્રિયાના ભાવમાં હાનિ ન થવા દેવી તેને આવશ્યક અપરિહાણિ કહેવાય છે. આ ક્રિયા આત્માના શુભભાવરૂપ છે પણ જડ શરીરની અવસ્થામાં આવશ્યક ક્રિયા હોતી નથી. શરીરની ક્રિયા આત્માથી થઈ શકતી નથી.
સમ્યગ્જ્ઞાનના માહાત્મ્ય વડે, ઇચ્છાનિરોધરૂપ સમ્યક્તપ વડે તથા જિનપૂજા ઇત્યાદિ