Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 434 of 655
PDF/HTML Page 489 of 710

 

અ. ૬ સૂત્ર ૨૪ ] [ ૪૩૩ વડે ધર્મને પ્રકાશિત કરવો તે માર્ગપ્રભાવના છે. પ્રભાવનામાં સર્વથી ઉત્તમ આત્મપ્રભાવના છે-કે જે રત્નત્રયના તેજથી દેદીપ્યમાન થતાં સર્વોત્કૃષ્ટ ફળ આપે છે. સમ્યગ્દ્રષ્ટિને શુભરાગરૂપ જે પ્રભાવના છે તે આસ્રવ-બંધનું કારણ છે. પરંતુ સમ્યગ્દર્શનાદિરૂપ જે પ્રભાવના છે તે આસ્રવ-બંધનું કારણ નથી.

(૧૬) પ્રવચનવાત્સલ્ય

સાધર્મીઓ પ્રત્યે પ્રીતિ તે વાત્સલ્ય છે. વાત્સલ્ય અને ભક્તિમાં એ ફેર છે કે, વાત્સલ્ય તો નાના-મોટા બધા સાધર્મીઓ પ્રત્યે હોય છે અને ભક્તિ પોતાથી જે મોટા હોય તેમના પ્રત્યે હોય છે. શ્રુત અને શ્રુતના ધારણ કરનાર બન્ને પ્રત્યે વાત્સલ્ય રાખવું તે પ્રવચન વાત્સલ્ય છે. આ શુભરાગરૂપ ભાવ છે, તે આસ્રવ- બંધનું કારણ છે.

૩. તીર્થંકરોના ત્રણ પ્રકાર

તીર્થંકરદેવો ત્રણ પ્રકારના છે- (૧) પંચ કલ્યાણિક (ર) ત્રણ કલ્યાણિક અને (૩) બે કલ્યાણિક. જેમને પૂર્વભવમાં તીર્થંકરપ્રકૃતિ બંધાયેલી હોય તેઓને તો નિયમથી ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણિક હોય છે. જેઓને વર્તમાન મનુષ્યપર્યાયના ભવમાં જ ગૃહસ્થ અવસ્થામાં તીર્થંકરપ્રકૃતિ બંધાય તેમને તપ, જ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણિક હોય છે અને જેઓને વર્તમાન મનુષ્યપર્યાયના ભવમાં મુનિ દીક્ષા લીધા પછી તીર્થંકરપ્રકૃતિ બંધાય તેને જ્ઞાન અને નિર્વાણ એ બે જ કલ્યાણિક હોય છે. બીજા અને ત્રીજા પ્રકારના તીર્થંકરો મહાવિદેહક્ષેત્રમાં જ થાય છે. મહાવિદેહમાં જે પંચ-કલ્યાણિક તીર્થંકરો છે, તેમના સિવાયના બે કે ત્રણ કલ્યાણિકવાળા તીર્થંકરો પણ હોય છે; તથા તેઓ મહાવિદેહના જે ક્ષેત્રે બીજા તીર્થંકરો ન હોય ત્યાં જ થાય છે. મહાવિદેહક્ષેત્ર સિવાય ભરત- ઐરાવત ક્ષેત્રોમાં જે તીર્થંકરો થાય છે તેઓ નિયમથી પંચકલ્યાણિક જ હોય છે.

૪. અરિહંતોના સાત પ્રકાર

ઉપર તીર્થંકરોના જે ત્રણ પ્રકાર કહ્યા તે ત્રણ પ્રકાર અરિહંતોના સમજવા અને તે ઉપરાંત બીજા પ્રકારો નીચે મુજબ છે-

(૪) સાતિશય કેવળી– જે અરિહંતોને તીર્થંકરપ્રકૃતિનો ઉદય હોતો નથી પરંતુ ગંધકુટી ઇત્યાદિ હોય છે તેમને સાતિશય કેવળી કહેવાય છે.

(પ) સામાન્ય કેવળી– જે અરિહંતોને ગંધકુટી ઇત્યાદિ વિશેષતા ન હોય તેમને સામાન્ય કેવળી કહેવાય છે.