અ. ૬ સૂત્ર ૨૬-૨૭ ] [ ૪૩પ [सत् गुण उच्छादन असत् उद्भावने च] તેમજ પ્રગટ ગુણોને ઢાંકવા અને ન હોય તેવા ગુણોને જાહેર કરવા તે [नीचैः गोत्रस्य] નીચગોત્રકર્મના આસ્રવનાં કારણો છે.
એકેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બધા તિર્યંચો, નારકીઓ તથા લબ્ધિ- અપર્યાપ્તક મનુષ્યો તે બધાને નીચ ગોત્ર છે, દેવોને ઉચ્ચ ગોત્ર છે, ગર્ભજ મનુષ્યોને બન્ને પ્રકારનાં ગોત્રકર્મો હોય છે. ।। રપ।।
तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेकौ चोत्तरस्य।। २६।।
પરપ્રશંસા, આત્મનિંદા વગેરે [च] તેમજ [नीचैःवृत्ति अनुत्सेकौ] નમ્ર વૃત્તિ હોવી તથા મદનો અભાવ-તે [उत्तरस्य] બીજા ગોત્રકર્મના એટલે કે ઉચ્ચ ગોત્રકર્મના આસ્રવનાં કારણો છે.
અહીં નમ્રવૃત્તિ હોવી અને મદનો અભાવ હોવો તે અશુભભાવનો અભાવ સમજવો; તેમાં જે શુભભાવ છે તે ઉચ્ચ ગોત્રકર્મના આસ્રવનું કારણ છે. ‘અનુત્સેક’નો અર્થ અભિમાન ન હોવું એમ થાય છે. ।। ર૬।।
અહીં સુધી સાત કર્મના આસ્રવનાં કારણોનું વર્ણન કર્યું. હવે છેલ્લા અંતરાયકર્મના આસ્રવનું કારણ જણાવીને આ અધ્યાય પૂરો કરે છે.
અર્થઃ– [विध्नकरणम्] દાન, લાભ, ભોગ, ઉપભોગ તથા વીર્યમાં વિધ્ન કરવું તે [अंतरायस्य] અંતરાયકર્મના આસ્રવનું કારણ છે.
આ અધ્યાયના ૧૦ થી ર૭ સુધીના સૂત્રોમાં કર્મના આસ્રવનું જે કથન કર્યું છે તે અનુભાગસંબંધી નિયમ બતાવે છે. જેમ કે, કોઈ પુરુષના દાન દેવાના ભાવમાં કોઈએ અંતરાય કર્યો તો, તે સમયે તેને જે કર્મોનો આસ્રવ થયો તે જો કે સાતે કર્મોમાં વહેંચાઈ ગયો તોપણ, તે વખતે દાનાંતરાયકર્મમાં પ્રચૂર (ઘણો) અનુભાગ પડયો અને