૪૩૬ ] [ મોક્ષશાસ્ત્ર અન્ય પ્રકૃતિઓમાં મંદ અનુભાગ પડયો. પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગને આધીન છે તથા સ્થિતિ અને અનુભાગબંધ કષાયભાવને આધીન છે. ।। ર૭।।
૧. આ આસ્રવ અધિકાર છે. કષાયસહિત યોગ હોય તે આસ્રવનું કારણ છે. તેને સાંપરાયિક આસ્રવ કહેવામાં આવે છે. કષાય શબ્દમાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એ ત્રણેનો સમાવેશ થઈ જાય છે; તેથી અધ્યાત્મશાસ્ત્રોમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય તેમ જ યોગને આસ્રવના ભેદ ગણવામાં આવે છે. તે ભેદોને બાહ્યરૂપથી માને પણ અંતરંગમાં તે ભાવોની જાતિને યથાર્થ ન ઓળખે તો તે મિથ્યાદ્રષ્ટિ છે અને તેને આસ્રવ થાય છે.
ર. આ વ્યવહાર શાસ્ત્ર હોવાથી યોગને આસ્રવનું કારણ કહી યોગના પેટાવિભાવ પાડી સકષાય અને અકષાય યોગને આસ્રવ કહ્યો છે.
૩. અજ્ઞાની જીવોને રાગ-દ્વેષ, મોહરૂપ જે આસ્રવભાવ છે તેનો નાશ કરવાની તો તેને ચિંતા નથી અને બાહ્યક્રિયાને તથા બાહ્ય નિમિત્તોને મટાડવાનો ઉપાય તે જીવો રાખે છે; પરંતુ એના મટાડવાથી કાંઈ આસ્રવ મટતા નથી. દ્રષ્ટાંતઃ દ્રવ્યલિંગી મુનિ અન્ય કુદેવાદિકની સેવા કરતા નથી, હિંસા તથા વિષયમાં પ્રવર્તતા નથી. ક્રોધાદિ કરતા નથી તથા મન-વચન-કાયાને રોકવાના ભાવ કરે છે તોપણ તેને મિથ્યાત્વાદિ ચારે આસ્રવ હોય છે; વળી એ કાર્યો તેઓ કપટ વડે પણ કરતા નથી, કેમ કે જો કપટથી કરે તો તે ગ્રૈવેયક સુધી કેવી રીતે પહોંચે? સિદ્ધાંતઃ આથી એમ સિદ્ધ થાય છે કે બાહ્ય શરીરાદિની ક્રિયા તે આસ્રવ નથી પણ અંતરંગ અભિપ્રાયમાં જે મિથ્યાત્વાદિ રાગાદિભાવ છે તે જ આસ્રવ છે, તેને જે જીવ ન ઓળખે તે જીવને આસ્રવતત્ત્વનું સાચું શ્રદ્ધાન નથી.
૪. સમ્યગ્દર્શન થયા વગર આસ્રવતત્ત્વ જરા પણ ટળે નહિ; માટે જીવોએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો સત્ય ઉપાય પ્રથમ કરવો જોઈએ. સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન વગર કોઈ પણ જીવને આસ્રવ ટળે નહિ અને ધર્મ થાય નહિ.
પ. મિથ્યાદર્શન તે સંસારનું મૂળ કારણ છે અને આત્માના સાચા સ્વરૂપનો અવર્ણવાદ તે મિથ્યાત્વના આસ્રવનું કારણ છે; માટે પોતાના સ્વરૂપનો તેમ જ આત્માના શુદ્ધ પર્યાયોનો અવર્ણવાદ ન કરવો એટલે કે સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ સમજીને પ્રતીતિ કરવી (જુઓ, સૂત્ર ૧૩ તથા તેની ટીકા).
૬. સમ્યગ્દ્રષ્ટિ જીવોને સમિતિ, અનુકંપા, વ્રત, સરાગસંયમ, ભક્તિ, તપ, ત્યાગ, વૈયાવૃત્ય, પ્રભાવના, આવશ્યકક્રિયા ઇત્યાદિ જે શુભભાવ છે તે બધા આસ્રવ-બંધનાં