અ. ૭ સૂત્ર ૧ ] [ ૪૩૩ માટે તે નિશ્ચયથી સાર્થક નામવાળું નથી. ૭પ૯. પરંતુ વાસ્તવમાં તે અશુભોપયોગ સમાન બંધનું જ કારણ છે માટે તે શ્રેષ્ઠ નથી. શ્રેષ્ઠ તો તે છે જે ઉપકાર-અપકાર કરવાવાળું નથી. ૭૬૦. શુભોપયોગ વિરુદ્ધ કાર્યકારી છે એ વાત વિચાર કરવાથી અસિદ્ધ પણ પ્રતીત થતી નથી, કેમ કે શુભોપયોગ એકાન્તથી બંધનું કારણ હોવાથી તે શુદ્ધોપયોગના અભાવમાં જ હોય છે. ૭૬૧. બુદ્ધિના દોષથી એવી તર્કણા પણ ન કરવી જોઈએ કે શુભોપયોગ એક અંશે નિર્જરાનું કારણ છે, કેમ કે ન તો શુભોપયોગ જ બંધના અભાવનું કારણ છે અને ન તો અશુભોપયોગ જ બંધના અભાવનું કારણ છે અર્થાત્ શુભ-અશુભ ભાવ બેઉ બંધના જ કારણ છે.
ર. સમ્યગ્દ્રષ્ટિના શુભોપયોગથી પણ બંધની પ્રાપ્તિ થાય છે એમ શ્રી કુન્દકુન્દાચાર્યકૃત પ્રવચનસાર ગા. ૧૧માં કહ્યું છે તેમાં શ્રી અમૃતચંદ્રાચાર્ય તે ગાથાની સૂચનિકામાં કહે છે કે ‘હવે જેનો ચારિત્ર પરિણામ સાથે સંપર્ક છે એવો જે શુદ્ધ અને શુભ (બે પ્રકાર) પરિણામ છે, તેના ગ્રહણ ત્યાગ માટે (-શુદ્ધ પરિણામના ગ્રહણ અને શુભ પરિણામના ત્યાગ માટે) તેનું ફળ વિચારે છેઃ-
प्राप्नोति निर्वाण सुखं शुभोपयुक्तो वा स्वर्ग सुखम्।। ११।।
અન્વયાર્થઃ– ધર્મથી પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધોપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને પામે છે અને જો શુભોપયોગવાળો હોય તો સ્વર્ગના સુખને (બંધને) પામે છે.
જ્યારે આ આત્મા ધર્મપરિણત સ્વભાવવાળો વર્તતો થકો શુદ્ધોપયોગ પરિણતિને વહન કરે છે- ટકાવી રાખે છે ત્યારે, જે વિરોધી શક્તિ વિનાનું હોવાને લીધે પોતાનું કાર્ય કરવાને સમર્થ છે એવા ચારિત્રવાળો હોવાથી, (તે) સાક્ષાત્ મોક્ષને પામે છે; અને જ્યારે તે ધર્મ પરિણત સ્વભાવવાળો હોવા છતાં શુભોપયોગ પરિણતિ સાથે જોડાય છે ત્યારે, જે વિરોધી શક્તિ સહિત હોવાને લીધે સ્વકાર્ય કરવાને અસમર્થ છે અને કથંચિત્ વિરુદ્ધ કાર્ય કરનારું છે. એવા ચારિત્રવાળો હોવાથી, જેમ અગ્નિથી ગરમ થયેલું ઘી જેના ઉપર છાંટવામાં આવ્યું હોય તે પુરુષ દાહદુઃખને પામે