૪૪૨ ] [ મોક્ષશાસ્ત્ર
૪. વ્રત બે પ્રકારનાં છે-નિશ્ચય અને વ્યવહાર. રાગ-દ્વેષાદિ વિકલ્પ રહિત થવું તે નિશ્ચયવ્રત છે (જુઓ, દ્રવ્યસંગ્રહ ગાથા ૩પ ટીકા.) સમ્યગ્દ્રષ્ટિ જીવને સ્થિરતાની વૃદ્ધિરૂપ નિર્વિકલ્પ દશા તે નિશ્ચયવ્રત છે, તેમાં જેટલા અંશે વીતરાગતા છે તેટલે અંશે સાચું ચારિત્ર છે; અને સમ્યગ્દર્શન-જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું આલંબન છોડવારૂપ જે શુભભાવ તે અણુવ્રત-મહાવ્રત છે, તેને વ્યવહારવ્રત કહેવાય છે. આ સૂત્રમાં વ્યવહારવ્રતનું લક્ષણ આપ્યું છે; તેમાં અશુભભાવ ટળે છે પણ શુભભાવ રહે છે, તે પુણ્યાસ્રવનું કારણ છે.
પ. શ્રી પરમાત્મપ્રકાશ અધ્યાય ર, ગાથા-પર ની ટીકામાં વ્રત તે પુણ્યબંધનું કારણ છે અને અવ્રત તે પાપબંધનું કારણ છે એમ જણાવીને, આ સૂત્રનો અર્થ નીચે પ્રમાણે કર્યો છે. -
“તેનો અર્થ એ છે કે-પ્રાણીઓને પીડા દેવી, જૂઠ્ઠાં વચન બોલવા, પરધન હરવું, કુશીલનું સેવન અને પરિગ્રહ તેનાથી વિરક્ત થવું તે વ્રત છે; એ અહિંસાદિ વ્રત પ્રસિદ્ધ છે. તે વ્યવહારનયે એકદેશ વ્રત છે-એ દેખાડવામાં આવે છે.
જીવઘાતમાં નિવૃત્તિ-જીવદયામાં પ્રવૃત્તિ, અસત્ય વચનમાં નિવૃત્તિ-સત્ય વચનમાં પ્રવૃત્તિ, અદત્તાદાન (ચોરી)થી નિવૃત્તિ-અચૌર્યમાં પ્રવૃત્તિ ઇત્યાદિ સ્વરૂપથી તે એકદેશ વ્રત છે.” (પરમાત્મપ્રકાશ પા. ૧૯૧-૧૯ર) અહીં અણુવ્રત અને મહાવ્રત બન્નેને એકદેશ વ્રત કહ્યાં છે.
ત્યારપછી તરત જ નિશ્ચયવ્રતનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે (નિશ્ચયવ્રત એટલે સ્વરૂપસ્થિરતા અથવા સમ્યક્ચારિત્ર)-
“અને રાગદ્વેષરૂપ સંકલ્પ વિકલ્પોના કલ્લોલોથી રહિત ત્રણ ગુપ્તિથી ગુપ્ત સમાધિમાં શુભાશુભના ત્યાગથી પરિપૂર્ણ વ્રત થાય છે.” (પરમાત્મપ્રકાશ પા. ૧૯ર)
સમ્યગ્દ્રષ્ટિને શુભાશુભનો ત્યાગ અને શુદ્ધનું ગ્રહણ તે નિશ્ચયવ્રત છે અને તેમને અશુભનો ત્યાગ અને શુભનું ગ્રહણ તે વ્યવહાર વ્રત છે-એમ સમજવું. મિથ્યાદ્રષ્ટિને નિશ્ચય કે વ્યવહાર બેમાંથી એકે પ્રકારના વ્રત હોતાં નથી. તત્ત્વજ્ઞાન વગર મહાવ્રતાદિકનું આચરણ તે મિથ્યાચારિત્ર જ છે. સમ્યગ્દર્શનરૂપ ભૂમિ વગર વ્રતરૂપી વૃક્ષ થાય જ નહિ.
૧. વ્રતાદિ શુભોપયોગ વાસ્તવમાં બંધનું કારણ છે. પંચાધ્યાયી ભા. ર ગા. ૭પ૯ થી ૬ર માં કહ્યું છે કે ‘જો કે લોકરૂઢિથી શુભોપયોગ પણ ચારિત્ર’ એ નામથી કહેવામાં આવે છે પણ પોતાની અર્થક્રિયા કરવામાં અસમર્થ છે,