અ. ૭ સૂત્ર ૧ ] [ ૪૪પ છે; એવી ક્રિયાનો એવો જ સ્વભાવ છે. તેમાં સમ્યગ્દ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિનો એવો તો કોઈ ભેદ નથી. (અર્થાત્ અજ્ઞાનીના ઉપરોક્ત કથનાનુસાર શુભક્રિયા મિથ્યાદ્રષ્ટિને તો બંધનું કારણ થાય અને તે જ ક્રિયા સમ્યગ્દ્રષ્ટિને મોક્ષનું કારણ થાય-એવો તો તેનો ભેદ નથી) એવી ક્રિયાથી તો તેને (સમ્યગ્દ્રષ્ટિવંતને પણ) બંધ છે અને શુદ્ધ સ્વરૂપ પરિણમન માત્રથી મોક્ષ છે. જો કે એક જ કાળમાં સમ્યગ્દ્રષ્ટિ જીવને શુદ્ધજ્ઞાન પણ છે અને ક્રિયારૂપ પરિણામ પણ છે; પણ તેમાં જે વિક્રિયારૂપ પરિણામ છે તેનાથી તો માત્ર બંધ થાય છે; તેનાથી કર્મનો ક્ષય એક અંશ પણ થતો નથી- એવું વસ્તુનું સ્વરૂપ છે; તો પછી ઉપાય શું? તે કાળે જ્ઞાનીને શુદ્ધસ્વરૂપના અનુભવનું અનુભવજ્ઞાન પણ છે, તે વડે તે સમયે કર્મનો ક્ષય થાય છે, તેનાથી તો એક અંશ માત્ર પણ બંધન થતું નથી;- એવું જ વસ્તુનું સ્વરૂપ છે; તે જેવું છે તેવું કહે છે.”
(જુઓ, સમયસાર કળશટીકા રાજમલ્લજી હિન્દી પૃ. ૧રર સુરતથી પ્રકાશિત) ઉપર મુજબ સ્પષ્ટીકરણ કરીને પછી તે કળશનો અર્થ તેમણે જ વિસ્તારપૂર્વક લખ્યો છે; તેમાં તે સંબંધી પણ સ્પષ્ટતા છે તેમાં છેવટે લખે છે કે “શુભ ક્રિયા કદાપિ મોક્ષનું સાધન થઈ શકતી નથી, તે માત્ર બંધન જ કરવાવાળી છે– એવી શ્રદ્ધા કરવાથી જ મિથ્યાબુદ્ધિનો નાશ થઈને સમ્યગ્જ્ઞાનનો લાભ થશે. મોક્ષનો ઉપાય તો એક માત્ર નિશ્ચયરત્નત્રયમય આત્માની શુદ્ધ વીતરાગ પરિણતિ છે.”
૪. શ્રી રાજમલ્લજીકૃત સમયસાર કળશટીકા(સુરતથી પ્રકાશિત) તેમાં પૃ. ૧૧૪ લીટી ૧૭ થી એમ લખ્યું છે કે-“અહીંયા એ વાતને દ્રઢ કરી છે કે કર્મોની નિર્જરાનું સાધન તો માત્ર શુદ્ધજ્ઞાનભાવ છે. જેટલા અંશે કાલિમા છે તેટલા અંશે તો બંધ જ છે, શુભક્રિયા કદી પણ મોક્ષનું સાધન થઇ શકતી નથી. તે કેવળ બંધને જ કરવાવાળી છે, એવી શ્રદ્ધા કરવાથી જ મિથ્યાબુદ્ધિનો નાશ થઇ સમ્યગ્જ્ઞાનનો લાભ થાય છે.
મોક્ષનો ઉપાય તો એક માત્ર નિશ્ચયરત્નત્રયમય આત્માની શુદ્ધ વીતરાગ પરિણતિ છે. જેમકે પુરુષાર્થ સિદ્ધિઉપાયમાં આચાર્યે કહ્યું છે કે “असमग्रं भावयतो” ગા. ।। ર૧૧।। યેનાંશેન સુદ્રષ્ટિ।। ર૧ર।। પછી ભાવાર્થમાં લખ્યું છે કે-જ્યાં શુદ્ધભાવની પૂર્ણતા થઈ નથી ત્યાં પણ રત્નત્રય છે પણ જે કાંઈ ત્યાં કર્મોનો બંધ થાય છે તે રત્નત્રયથી થતો નથી, પણ અશુદ્ધતાથી-રાગભાવથી છે, કેમકે જેટલી ત્યાં અપૂર્ણતા છે અર્થાત્ શુદ્ધતામાં કમી છે તે મોક્ષનો ઉપાય નથી તે તો કર્મનું બંધન જ કરવાવાળી છે. જેટલા અંશમાં શુદ્ધદ્રષ્ટિ છે અર્થાત્ સમ્યગ્દર્શન સહિત શુદ્ધભાવની પરિણતિ છે તેટલા