૪૪૬ ] [ મોક્ષશાસ્ત્ર અંશે નવીન કર્મબંધ કરતી નથી પરંતુ સંવર નિર્જરા કરે છે અને તે જ સમયે જેટલા અંશે રાગભાવ છે તેટલા અંશે કર્મબંધ પણ થાય છે.
પ. શ્રી રાજમલ્લજીએ ‘વૃત્તં કર્મ સ્વભાવેન જ્ઞાનસ્ય ભવનં નહિ’ સમયસાર પુણ્ય-પાપ અધિકારના આ કળશની ટીકામાં લખ્યું છે કે ‘જેટલી શુભ અથવા અશુભ ક્રિયારૂપ આચરણ છે-ચારિત્ર છે તેનાથી તો સ્વભાવરૂપ ચારિત્ર-જ્ઞાનનું (શુદ્ધ ચૈતન્ય વસ્તુનું) શુદ્ધ પરિણમન ન થઈ શકે એવો નિશ્ચય છે. ભાવાર્થ-જેટલી શુભાશુભક્રિયાઆચરણ છે અથવા બાહ્ય વકતવ્ય અથવા સૂક્ષ્મ અંતરંગ ચિંતવન રૂપ અભિલાષ, સ્મરણ ઇત્યાદિ સમસ્ત અશુદ્ધ પરિણમન છે તે શુદ્ધ પરિણમન નથી તેથી તે બંધનું કારણ છે-મોક્ષનું કારણ નથી. જેમ કામળાનો સિંહ (કપડા ઉપર ચિતરેલો વાઘ) તે કહેવામાત્ર સિંહ છે તેમ–શુભક્રિયા આચરણરૂપ ચારિત્ર કહેવામાત્ર ચારિત્ર છે પણ ચારિત્ર નથી એમ નિઃસંદેહપણે જાણો.
૬. એ જ કળશટીકા પૃ. ૧૧૩ માં સમ્યગ્દ્રષ્ટિની પણ શુભભાવની ક્રિયાને- બંધક કહેલ છે-‘બંધાયસમુલ્લસતિ’ એટલે જેટલી ક્રિયા છે તેટલી જ્ઞાનાવરણીય આદિ કર્મનો બંધ કરે છે, સંવર નિર્જરા અંશમાત્ર પણ કરતી નથી;’ तत् एकं ज्ञानं मोक्षायस्थितं’ પરંતુ તે એક શુદ્ધ ચૈતન્યપ્રકાશ જ્ઞાનાવરણાદિ કર્મક્ષયનું નિમિત્ત છે. ભાવાર્થ એવો છે કે એક જીવમાં શુદ્ધત્વ, અશુદ્ધત્વ એક જ કાળે એક જ સાથે હોય છે પણ જેટલા અંશે શુદ્ધત્વ છે, તેટલા અંશે કર્મક્ષપણ છે. અને જેટલા અંશે અશુદ્ધત્વ છે, તેટલા અંશે કર્મબંધ થાય છે, એક જ સમયે બેઉ કાર્ય થાય છે, એમ જ છે તેમાં સંદેહ કરવો નહીં.
કવિવર બનારસીદાસજીએ કહ્યું છે કે-પુણ્યપાપકી દોઉ ક્રિયા મોક્ષપંથકી કતરણી; બંધકી કરૈયા દોઉ, દુહૂકી પ્રકૃતિ ન્યારી, ન્યારી, ન્યારી ઘરની, એટલું વિશેષ કે-કર્મધારા બંધરૂપ, પરાધીન શક્તિ વિવિધ બંધ કરની, જ્ઞાનધારા મોક્ષરૂપ, મોક્ષકી કરનહાર, દોષકી હરનહાર ભૌ સમુદ્રતરની. ૧૪.
૭. શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત પૃ. સિ. ઉપાય ગા. ર૧ર થી ૧૪ માં સમ્યગ્દ્રષ્ટિના સંબંધમાં કહ્યું છે કે જેટલા અંશે આ આત્મા પોતાના સ્વભાવરૂપે પરિણમે છે તે અંશ સર્વથા બંધનો હેતુ નથી; પણ જે અંશોથી આ રાગાદિક વિભાવરૂપ પરિણમન કરે છે તે જ અંશ બંધનો હેતુ છે.
શ્રી રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાળાથી પ્રકાશિત પુરુષાર્થસિદ્ધિઉપાય ગા. ૧૧૧ નો