Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 447 of 655
PDF/HTML Page 502 of 710

 

અ. ૭ સૂત્ર ૧-૨ ] [ ૪૪૭ અર્થ ભાષા ટીકાકારે વિરુદ્ધ કરેલ છે તથા અણગાર ધર્મામૃતમાં પણ તેની ફૂટનોટમાં જૂઠો અર્થ છે તે નીચે બતાવવામાં આવે છે.

असमग्रं भावयतो रत्नत्रयमस्ति कर्मबन्धोयः।

स विपक्ष कृतोऽवस्य मोक्षोपाय न बन्धनोपायः।। २११।।

અન્વયાર્થ– અસંપૂર્ણ રત્નત્રયને ભાવનાર આત્માને જે શુભ કર્મનો બંધ થાય છે તે બંધ વિપક્ષકૃત અર્થાત્ બંધરાગકૃત હોવાથી અવશ્ય જ મોક્ષનો ઉપાય છે, બંધનો ઉપાય નથી.

હવે સુસંગત સાચો અર્થ જુઓ. તેને માટે આધાર શ્રી ટોડરમલજી કૃત ટીકાવાળો પુરુષાર્થસિદ્ધિ ગ્રંથ, પ્રકાશક જિનવાણી પ્રચારક કાર્યાલય કલકત્તા-તેનું પૃ. ૧૧પ ગા. ૧૧૧.

અન્વયાર્થ– અસમગ્રં રત્નત્રય ભાવયતઃ યઃ કર્મબંધ અસ્તિ સઃ વિપક્ષકૃત રત્નત્રય તુ મોક્ષોપાય અસ્તિ, ન બન્ધનોપાયઃ.

(અથર્-એકદેશ રત્નત્રયને પ્રાપ્ત કરવાવાળા પુરુષને જે કર્મબંધ થાય છે તે રત્નત્રયથી નથી થતો, પણ રત્નત્રયના વિપક્ષી જે રાગ-દ્વેષ છે તેનાથી થાય છે, તે રત્નત્રય તો વાસ્તવમાં મોક્ષનો ઉપાય છે બંધનો ઉપાય નથી થતો.)

ભાવાર્થ– સમ્યગ્દ્રષ્ટિ જીવ જે એકદેશ રત્નત્રય ધારણ કરે છે, તેમાં જે કર્મબંધ થાય છે તે રત્નત્રયથી નથી થતો પણ તેની સાથે જે શુભ કષાયો છે તેનાથી જ થાય છે. તેથી સિદ્ધ થયું કે કર્મબંધ કરવાવાળી શુભ કષાયો છે પરંતુ રત્નત્રય નથી.

હવે રત્નત્રય અને રાગનું ફળ બતાવે છે તે સ્થાને ગા. ર૧ર થી ર૧૪ માં ગુણસ્થાનાનુસાર સમ્યગ્દ્રષ્ટિના રાગને બંધનું જ કારણ કહ્યું છે અને વીતરાગભાવરૂપ સમ્યક્રત્નત્રયને મોક્ષનું જ કારણ કહ્યું છે. પછી ગાથા રર૦ માં કહ્યું છે કે- રત્નત્રયરૂપ ધર્મ મોક્ષનું જ કારણ છે અને બીજી ગતિનું કારણ નથી પણ રત્નત્રયના સદ્ભાવમાં જે શુભપ્રકૃતિઓનો આસ્રવ થાય તે બધાય (કર્મોનો આસ્રવબંધ શુભકષાયથી; શુભોપયોગથી જ થાય છે અર્થાત્ તે શુભોપયોગનો જ અપરાધ છે પણ રત્નત્રયનો નથી.

કોઈ એમ માને છે કે સમ્યગ્દ્રષ્ટિને શુભોપયોગમાં (-શુભભાવમાં) અંશે શુદ્ધતા છે પણ એમ માનવું વિપરીત છે, કારણ કે નિશ્ચયસમ્યક્ત્વ થયા પછી ચારિત્રની અંશે શુદ્ધિ સમ્યગ્દ્રષ્ટિને થાય છે તે તો ચારિત્રગુણની શુદ્ધ પરિણતિ છે અને જે શુભોપયોગ છે તે તો અશુદ્ધતા છે.

કોઈ એમ માને છે કે, સમ્યગ્દ્રષ્ટિનો શુભોપયોગ મોક્ષનું સાચું કારણ છે અર્થાત્