અ. ૭ સૂત્ર ૨ ] [ ૪૪૯ પરિગ્રહત્યાગ-એ રીતે વ્રતોનો સમાવેશ તેમાં આવી જાય છે, છતાં અહી વ્રતને આસ્રવનું કારણ કેમ કહ્યું છે?
ઉત્તરઃ– તેમાં દોષ નથી; નવમો સંવર અધિકાર છે ત્યાં નિવૃત્તિસ્વરૂપ વીતરાગભાવરૂપ વ્રતને સંવર કહ્યો છે અને અહીં આસ્રવ અધિકાર છે તેમાં પ્રવૃત્તિ દેખાડવામાં આવી છે; કેમ કે હિંસા, અસત્ય, ચોરી વગેરે છોડી દેતાં અહિંસા, સત્ય, અચૌર્ય-દીધેલી વસ્તુનું ગ્રહણ વગેરે ક્રિયા થાય છે, તેથી તે વ્રત શુભકર્મોના આસ્રવનું કારણ છે. એ વ્રતોમાં પણ અવ્રતોની માફક કર્મોનો પ્રવાહ હોય છે; તેનાથી કર્મોની નિવૃત્તિ થતી નથી તેથી વ્રતોનો સમાવેશ આસ્રવ અધિકારમાં કર્યો છે. (જુઓ, સર્વાર્થસિદ્ધિ અધ્યાય ૭ સૂત્ર ૧ ની ટીકા પા. પ-૬).
૪. મિથ્યાત્વ જેવા મહાપાપને છોડાવવાની પ્રવૃતિ મુખ્યતાએ ન કરવી અને કેટલીક બાબતોમાં હિંસા બતાવીને તે છોડાવવાની મુખ્યતા કરવી તે ક્રમભંગ ઉપદેશ છે.
પ. એકદેશ વીતરાગતા અને શ્રાવકદશાને નિમિત્તનૈમિત્તિકસંબંધ છે, એટલે કે એકદેશ વીતરાગતા થતાં શ્રાવકનાં વ્રત હોય જ; એ પ્રમાણે વીતરાગતાને અને મહાવ્રતને નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે, ધર્મની પરીક્ષા અંતર વીતરાગભાવથી થાય, બાહ્ય સંયોગથી થાય નહિ. (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨૭૩)
અહીં છદ્મસ્થને બુદ્ધિગોચર સ્થૂળપણાની અપેક્ષાએ લોકપ્રવૃતિની મુખ્યતાસહિત કહ્યું છે પણ કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મપણાની અપેક્ષાએ કહ્યું નથી, કેમકે તેનું આચરણ થઈ શકતું નથી. તેના દષ્ટાંતો-
અણુવ્રતીને ત્રસહિંસાનો ત્યાગ કહ્યો છે; તેને સ્ત્રીસેવનાદિ કાર્યોમાં ત્રસહિંસા તો થાય છે, વળી એ પણ જાણે છે કે જિનવાણીમાં અહીં ત્રસ જીવ કહ્યા છે, પરંતુ તેને ત્રસ જીવ મારવાનો અભિપ્રાય નથી તથા લોકમાં જેનું નામ ત્રસઘાત છે તેને તે કરતો નથી; એ અપેક્ષાએ તેને ત્રસહિંસાનો ત્યાગ છે.
મહાવ્રતધારી મુનિને સ્થાવર હિંસાનો પણ ત્યાગ કહ્યો. હવે મુનિ પૃથ્વી, જળાદિકમાં ગમન કરે છે; ત્યાં ત્રસનો પણ સર્વથા અભાવ નથી કારણ કે ત્રસજીવોની