૪પ૦ ] [ મોક્ષશાસ્ત્ર પણ એવી સૂક્ષ્મ અવગાહના છે કે જે દ્રષ્ટિગોચર પણ થતી નથી, તથા તેની સ્થિતિ પણ પૃથ્વી, જળાદિકમાં છે. વળી મુનિ જિનવાણીથી તે જાણે છે અને કોઈ વેળા અવધિજ્ઞાનાદિ વડે પણ જાણે છે; પણ મુનિને પ્રમાદથી સ્થાવર-ત્રસહિંસાનો અભિપ્રાય નથી, લોકમાં ભૂમિ ખોદવી, અપ્રાસુક જળથી ક્રિયા કરવી ઇત્યાદિ પ્રવૃત્તિનું નામ સ્થાવરહિંસા છે અને સ્થૂળ ત્રસજીવોને પીડવાનું નામ ત્રસહિંસા છે. તેને મુનિ કરતા નથી તેથી તેમને હિંસાનો સર્વથા ત્યાગ કહેવામાં આવે છે.
મુનિને અસત્ય, ચોરી, અબ્રહ્યચર્ય અને પરિગ્રહનો ત્યાગ છે; પણ કેવળજ્ઞાનમાં જાણવાની અપેક્ષાએ અસત્યવચનયોગ બારમા ગુણસ્થાન સુધી કહ્યો છે, અદત્ત કર્મ-પરમાણુ આદિ પર દ્રવ્યોનું ગ્રહણ તેરમા ગુણસ્થાન સુધી છે, વેદનો ઉદય નવમા ગુણસ્થાન સુધી છે, અંતરંગ પરિગ્રહ દસમા ગુણસ્થાન સુધી છે, તથા સમવસરણાદિ બાહ્ય પરિગ્રહ કેવળી ભગવાનને પણ હોય છે; પરંતુ ત્યાં પ્રમાદપૂર્વક પાપરૂપ અભિપ્રાય નથી. લોકપ્રવૃત્તિમાં જે ક્રિયાઓ વડે ‘આ જૂઠું બોલે છે, ચોરી કરે છે, કુશીલ સેવે છે તથા પરિગ્રહ રાખે છે’ એવું નામ પામે છે તે ક્રિયાઓ તેમને નથી તેથી તેમને અસત્યાદિકનો ત્યાગ કહેવામાં આવ્યો છે.
મુનિને મૂળગુણોમાં પાંચ ઇંદ્રિયોના વિષયોનો ત્યાગ કહ્યો છે. પણ ઇંદ્રિયોનું જાણવું તો મટતું નથી; તથા જો વિષયોમાં રાગ-દ્વેષ સર્વથા દૂર થયા હોય તો ત્યાં યથાખ્યાતચારિત્ર થઈ જાય, તે તો અહીં થયું નથી; પરંતુ સ્થૂળપણે વિષય-ઇચ્છાનો અભાવ થયો છે તથા બાહ્ય વિષયસામગ્રી મેળવવાની પ્રવૃતિ દૂર થઈ છે તેથી તેમને ઇંદ્રિયવિષયોનો ત્યાગ કહ્યો છે.
કોઈએ ત્રસહિંસાનો ત્યાગ કર્યો, તો ત્યાં તેણે ચરણાનુયોગમાં અથવા લોકમાં જેને ત્રસહિંસા કહે છે તેનો ત્યાગ કર્યો છે, પણ કેવળજ્ઞાન વડે જે ત્રસજીવો દેખાય છે તેની હિંસાનો ત્યાગ બનતો નથી. અહીં જે ત્રસહિંસાનો ત્યાગ કર્યો તેમાં તો તે હિંસારૂપ મનનો વિકલ્પ ન કરવો તે મનથી ત્યાગ છે, વચન ન બોલવાં તે વચનથી ત્યાગ છે અને કાયાથી ન પ્રવર્તવું તે કાયાથી ત્યાગ છે. ।। २।।