Moksha Shastra (Gujarati). Sutra: 3-4 (Chapter 7).

< Previous Page   Next Page >


Page 451 of 655
PDF/HTML Page 506 of 710

 

અ. ૭ સૂત્ર ૨ ] [ ૪પ૧

વ્રતોમાં સ્થિરતાનાં કારણો
तत्स्थैर्यार्थं भावनाः पंच पंच।। ३।।
અર્થઃ– [तत् स्थैर्य अर्थ] તે વ્રતોની સ્થિરતા માટે [भावनाः पंच पंच] દરેક

વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે.

કોઈ વસ્તુનું વારંવાર ચિંતવન કરવું તે ભાવના છે. ।। ।।
અહિંસા વ્રતની પાંચ ભાવનાઓ
वाङ्मनोगुप्ती र्यादाननिक्षेपणसमित्यालोकितपान
भोजनानि पंच।। ४।।
અર્થઃ– [वाङ्मनोगुप्ति] વચનગુપ્તિ-વચનને રોકવું, મનગુપ્તિ-મનની પ્રવૃતિને

રોકવી, [ईया आदाननिक्षेपणसमिति] ઇર્યાસમિતિ-ચાર હાથ જમીન જોઈને ચાલવું. આદાનનિક્ષેપણસમિતિ-જીવરહિત ભૂમિ જોઈને સાવધાનીથી કોઈ વસ્તુને લેવી- મૂકવી અને [आलोकितपानभोजनानी] જોઈને-શોધીને ભોજન-પાણી ગ્રહણ કરવાં [पंच] એ પાંચ અહિંસા વ્રતની ભાવનાઓ છે.

ટીકા

૧. જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે નહિ; તેથી વચન, મન વગેરેની પ્રવૃત્તિને જીવ રોકી શકે નહિ પણ બોલવાના ભાવને તથા મન તરફ લક્ષ કરવાના ભાવને જીવ રોકી શકે; તેને વચનગુપ્તિ તથા મનગુપ્તિ કહેવાય છે. ઇર્યાસમિતિ વગેરેમાં પણ તે જ પ્રમાણે અર્થ થાય છે. જીવ શરીર ને ચલાવી શકતો નથી પણ પોતે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવાનો ભાવ કરે છે અને શરીર તેની પોતાની તે વખતની લાયકાતના કારણે ચાલવા લાયક હોય તો સ્વયં ચાલે છે. જ્યારે જીવ ચાલવાનો ભાવ કરે ત્યારે ઘણે ભાગે શરીર તેની પોતાની લાયકાતથી સ્વયં ચાલે છે. - એવા નિમિત્તનૈમિત્તિકસંબંધ હોય છે તેથી વ્યવહારનયે ‘વચનને રોકવું, મનને રોકવું, જોઈ ને ચાલવું, વિચારીને બોલવું’ એમ કહેવામાં આવે છે. તે કથનનો ખરો અર્થ શબ્દ પ્રમાણે નહિ પણ ભાવ પ્રમાણે થાય છે.

૨. પ્રશ્નઃ– અહીં ગુપ્તિ અને સમિતિને પુણ્યાસ્રવમાં ગણી, અને અ. ૯ ના સૂત્ર ૨ માં તેને સંવરના કારણમાં ગણી છે. - એ રીતે તો કથનમાં પરસ્પર વિરોધ થશે?

ઉત્તરઃ– એ વિરોધ નથી; કેમ કે અહીં ગુપ્તિ તથા સમિતિનો અર્થ અશુભવચનનો વિરોધ તથા અશુભ વિચારોનો નિરોધ- એમ થાય છે; તથા નવમા અધ્યાયના