Moksha Shastra (Gujarati). Sutra: 5 (Chapter 7).

< Previous Page   Next Page >


Page 452 of 655
PDF/HTML Page 507 of 710

 

૪પ૨ ] [ મોક્ષશાસ્ત્ર બીજા સૂત્રમાં શુભાશુભ બન્ને ભાવોનો નિરોધ એવો અર્થ થાય છે. (જુઓ, તત્ત્વાર્થ-સાર અધ્યાય ૪ ગાથા ૬૩ હિંદી ટીકા, પા. ૨૧૯)

૩. પ્રશ્નઃ– અહીં કાયગુપ્તિ કેમ લીધી નથી? ઉત્તરઃ– ઇર્યાસમિતિ અને આદાન નિક્ષેપણનો અર્થ શુભકાયગુપ્તિ થઈ શકે છે કેમ કે તે બન્ને પ્રવૃત્તિમાં અશુભકાયપ્રવૃત્તિનો નિરોધ સારી રીતે થઈ જાય છે.

૪. આલોકિતપાનભોજનમાં રાત્રિભોજન ત્યાગનો સમાવેશ થઈ જાય છે. ।। ।।

સત્ય વ્રતની પાંચ ભાવનાઓ
क्रोधलोभभीरुत्वहास्यप्रत्याख्यानान्यनुवीचिभाषणं च पंच।। ५।।

અર્થઃ– [क्रोध लोभ भीरुत्व हास्यप्रत्याख्यानानि] ક્રોધપ્રત્યાખ્યાન, લોભપ્રત્યાખ્યાન, ભીરુત્વપ્રત્યાખ્યાન, હાસ્યપ્રત્યાખ્યાન અર્થાત્ ક્રોધનો ત્યાગ કરવો, લોભનો ત્યાગ કરવો, ભયનો ત્યાગ કરવો, હાસ્યનો ત્યાગ કરવો, [अनुवीचि भाषणं च] અને શાસ્ત્રની આજ્ઞા અનુસાર નિર્દોષ વચન બોલવા-[पंच] એ પાંચ સત્ય વ્રતની ભાવનાઓ છે.

ટીકા

૧. પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ નિર્ભય છે તેથી નિઃશંક છે, અને એવી અવસ્થા ચોથા ગુણસ્થાને હોય છે. તો અહીં સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને અને મુનિને ભયનો ત્યાગ કરવાનું કેમ કહ્યું છે?

ઉત્તરઃ– ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિ અભિપ્રાય અપેક્ષાએ નિર્ભય છે; અનંતાનુબંધી કષાય હોય ત્યારે જે પ્રકારનો ભય હોય છે તે પ્રકારનો ભય તેમને હોતો નથી તેથી તેમને નિર્ભય કહ્યા છે; પણ ચારિત્ર અપેક્ષાએ તેઓ સર્વથા નિર્ભય થયા છે-એમ કહેવાનો આશય ત્યાં નથી. આઠમા ગુણસ્થાન સુધી ભય હોય છે, તેથી અહીં શ્રાવકને તથા મુનિને ભય છોડવાની ભાવના કરવાનું કહ્યું છે.

૨. પ્રત્યાખ્યાન બે પ્રકારનાં હોય છે- એક નિશ્ચયપ્રત્યાખ્યાન અને બીજું વ્યવહારપ્રત્યાખ્યાન. નિશ્ચયપ્રત્યાખ્યાન તે નિર્વિકલ્પદશારૂપ છે, તેમાં બુદ્ધિપૂર્વક થતા શુભાશુભભાવો છૂટે છે; વ્યવહાર પ્રત્યાખ્યાન શુભભાવરૂપ છે; તેમાં સમ્યગ્દ્રષ્ટિને અશુભભાવો છુટીને શુભભાવ રહે છે. આત્મસ્વરૂપના અજાણ-આત્મસ્વરૂપનું જ્ઞાન વર્તમાનમાં કરવાની ના પાડે તેને-આત્મસ્વરૂપનું જ્ઞાન વર્તમાનમાં મેળવવાના ઉપદેશ પ્રત્યે જેને અરુચિ હોય તેને શુભભાવરૂપ પ્રત્યાખ્યાન પણ હોતું નથી; મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ પાંચ મહાવ્રત નિરતિચાર પાળે પણ તેને આ ભાવનામાં બતાવેલ