અ. ૭ સૂત્ર ૬-૭ ] [ ૪પ૩ પ્રત્યાખ્યાન હોતાં નથી. કેમ કે આ ભાવનાઓ પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. મિથ્યાદ્રષ્ટિને હોતી નથી.
૩. અનુવીચિ ભાષણ– આ ભાવના પણ સમ્યગ્દ્રષ્ટિ જ કરી શકે, કેમ કે તેને જ શાસ્ત્રના મર્મની ખબર છે તેથી તે સત્શાસ્ત્ર અનુસાર નિર્દોષ વચન બોલવાના ભાવ કરે છે. આ ભાવનાનું રહસ્ય એ છે કે, સાચા સુખના શોધકે શાસ્ત્ર અભ્યાસ કરીને તેનો મર્મ સમજવો જોઈએ. શાસ્ત્રોમાં જુદે જુદે ઠેકાણે પ્રયોજન સાધવા અનેક પ્રકારનો ઉપદેશ આપ્યો છે, તેને સમ્યગ્જ્ઞાન વડે યથાર્થ પ્રયોજનપૂર્વક ઓળખે તો જીવને હિત-અહિતનો નિશ્ચય થાય. માટે ‘સ્યાત્’ પદની સાપેક્ષતા સહિત સમ્યગ્જ્ઞાન વડે જ જીવો પ્રીતિસહિત જિનવચનમાં રમે છે તે જીવ થોડા જ વખતમાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. મોક્ષમાર્ગનો પ્રથમ ઉપાય આગમજ્ઞાન કહ્યું છે, માટે સાચા આગમ કયા છે તેની પરીક્ષા કરીને આગમજ્ઞાન મેળવવું જોઈએ. આગમજ્ઞાન વિના ધર્મનું સત્ય સાધન થઈ શકે નહિ; માટે દરેક મુમુક્ષુ જીવે યથાર્થ બુદ્ધિ વડે સત્ય આગમનો અભ્યાસ કરવો અને સમ્યગ્દર્શન પ્રગટ કરવું, તેનાથી જ જીવનું કલ્યાણ થાય છે. ।। પ।।
અર્થઃ– [शून्यागार विमोचितावास] શૂન્યાગારવાસ-પર્વતોની ગૂફા, વૃક્ષની કોટર વગેરે નિર્જન સ્થાનોમાં રહેવું, વિમોચિતાવાસ- બીજાઓએ છોડી દીધેલા સ્થાનમાં નિવાસ કરવો, [परोपरोधाकरण] કોઈ સ્થાન પર રહેલો બીજાઓને ઉઠાડવા નહિ તથા કોઈ પોતાના સ્થાનમાં આવે તો તેને રોકવા નહિ, [भैक्ष्यशुद्धि] શાસ્ત્રાનુસાર ભિક્ષાની શુદ્ધિ રાખવી અને [सधर्मा अविसंवादाः] સહધર્મીઓ સાથે આ મારું છે- આ તારું છે એવો કલેશ ન કરવો-[पंच] આ પાંચ અચૌર્યવ્રતની ભાવનાઓ છે.
સમાન ધર્મના ધારક જૈન સાધુ-શ્રાવકોએ પરસ્પર વિસંવાદ કરવો નહિ, કેમ કે વિસંવાદથી આ મારું-આ તારું એવો પક્ષ ગ્રહણ થાય છે અને તેથી અગ્રાહ્યનું ગ્રહણ કરવાનો સંભવ થાય છે. ।। ૬।।