૪પ૪ ] [ મોક્ષશાસ્ત્ર
સાંભળવાનો ત્યાગ, [तत् मनोहर अंगनिरीक्षण त्यागः] તેના મનોહર અંગો નિરખીને જોવાનો ત્યાગ, [पूर्वरत अनुस्मरण त्यागः] અવ્રત અવસ્થામાં ભોગવેલા વિષયોના સ્મરણનો ત્યાગ, [वृष्येष्टरस त्यागः] કામવર્ધક ગરિષ્ટ રસોનો ત્યાગ અને [स्व शरीर संस्कार त्यागः] પોતાના શરીરના સંસ્કારોનો ત્યાગ-[पंच] પાંચ બ્રહ્મચર્ય વ્રતની ભાવનાઓ છે.
પ્રશ્નઃ– પર વસ્તુ આત્માને કાંઈ લાભ-નુકશાન કરી શકતી નથી તેમજ પરવસ્તુનો ત્યાગ આત્માથી થઈ શકતો નથી, તો પછી અહીં સ્ત્રીરાગની કથા સાંભળવી એ વગેરેનો ત્યાગ કેમ કહ્યો છે?
ઉત્તરઃ– પર વસ્તુઓને આત્માએ કદી ગ્રહણ કરી નથી તેમ ગ્રહણ કરી પણ શકતો નથી તેથી તેનો ત્યાગ બને જ શી રીતે? માટે ખરેખર પરનો ત્યાગ જ્ઞાનીઓએ કહ્યો છે-એમ માનવું તે યાગ્ય નથી. બ્રહ્મચર્ય પાલન કરનારાએ સ્ત્રીઓ અને શરીર પ્રત્યેનો રાગ ટાળવો જોઈએ માટે તે પ્રત્યેના રાગનો ત્યાગ કરવાનું આ સૂત્રમાં કહ્યું છે. વ્યવહારનાં કથનોને જ નિશ્ચયના કથન તરીકે માનવાં નહિ; પરંતુ તે કથનનો જે પરમાર્થ અર્થ થાય તે કરવો.
જો જીવને સ્ત્રી આદિ પ્રત્યે રાગ ટળી ગયો હોય તો તે સંબંધી રાગવાળી વાત સાંભળવા તરફ તેની રુચિનું વલણ કેમ થાય? તે પ્રકારણની રુચિનો વિકલ્પ તે તરફનો રાગ સૂચવે છે; માટે તે રાગનો ત્યાગ કરવાની ભાવના આ સૂત્રમાં જણાવી છે. ।। ૭।।
અર્થઃ– [इन्द्रिय] સ્પર્શન વગેરે પાંચે ઇન્દ્રિયોના [मनोज्ञ अमनोज विषय] ઇષ્ટઅનિષ્ટ વિષયો પ્રત્યે [रागद्वेष वर्जनानि] રાગ-દ્વેષનો ત્યાગ કરવો-[पंच] તે પાંચ પરિગ્રહત્યાગ વ્રતની ભાવનાઓ છે.