અ. ૭ સૂત્ર ૯-૧૦ ] [ ૪પપ
ઇંદ્રિયો બે પ્રકારની છે-દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય; તેની વ્યાખ્યા બીજા અધ્યાયના ૧૭-૧૮ મા સૂત્રની ટીકામાં આપી છે-જુઓ પા. ૨૬પ થી ર૬૭, ભાવેન્દ્રિય તે જ્ઞાનનો ઉધાડ છે; તે જ પદાર્થોને જાણે તે પદાર્થો જ્ઞાનના વિષય હોવાથી જ્ઞેય છે, પણ જો તે પ્રત્યે રાગ-દ્વેષ કરવામાં આવે તો તેને ઉપચારથી ઈંદ્રિયોના વિષયો કહેવામાં આવે છે. ખરેખર તે વિષયો (જ્ઞેય પદાર્થો) પોતે ઇષ્ટ કે અનિષ્ટ નથી પણ જીવ જ્યારે રાગ-દ્વેષ કરે ત્યારે ઉપચારથી તે પદાર્થોને ઈષ્ટ- અનિષ્ટ કહેવાય છે. આ સૂત્રમાં તે પદાર્થો તરફના રાગ-દ્વેષ છોડવાની ભાવના કરવાનું જણાવ્યું છે.
રાગનો અર્થ લોલુપતા છે અને દ્વેષનો અર્થ નારાજી, તિરસ્કાર છે. ।। ८।।
અર્થઃ– [हिंसादिषु] હિંસા વગેરે પાંચ પાપોથી [इह अमुत्र] આ લોકમાં તથા પરલોકમાં [अपायावधदर्शनम्] નાશની (દુઃખ, આપત્તિ, ભય તથા નિંધગતિની) પ્રાપ્તિ થાય છે-એમ વારંવાર ચિંતવન કરવું જોઈએ.
અપાય–અભ્યુદય અને મોક્ષ માટેની જીવની ક્રિયાને નાશ કરનારો ઉપાય તે અપાય છે.
અવધ= નિંધ, નિંદવાયોગ્ય. હિંસા વગેરે પાપોની વ્યાખ્યા સૂત્ર ૧૩ થી ૧૭ સુધીમાં આવશે. ।। ૯।।
અર્થઃ– [वा] અથવા તે હિંસાદિક પાંચ પાપો [दुःखम् एव] દુઃખરૂપ જ છે- એમ વિચારવું.
૧. અહીં કારણમાં કાર્યનો ઉપચાર સમજવો, કેમ કે હિંસાદિ તો દુઃખનાં કારણ છે પણ તેને જ કાર્ય અર્થાત્ દુઃખરૂપ વર્ણવ્યાં છે.
૨. પ્રશ્નઃ– વિષયરમણતાથી તથા ભોગવિલાસથી રતિસુખ ઊપજે છે, એમ અમે દેખીએ છીએ, છતાં તેને દુઃખરૂપ કેમ કહ્યું?