અ. ૭ સૂત્ર ૧૨ ] [ ૪૬૧ વ્યવહારકથન સાંભળીને તેનો ખરો આશય સમજવાને બદલે તેને નિશ્ચયકથન માની લઈને અજ્ઞાનીઓ ખરેખર જીવનું જ શરીર હોય-એમ માની લે છે.
શરીર અનંત રજકણોનો પિંડ છે અને તે દરેક રજકણ સ્વતંત્ર દ્રવ્ય છે; તે હલનચલનાદિરૂપ પોતાની અવસ્થા પોતાના કારણે સ્વતંત્રપણે ધારણ કરે છે. દરેક પરમાણુ દ્રવ્ય પોતાની નવી પર્યાય સમયે-સમયે ઉત્પન્ન કરે છે અને જૂની પર્યાયનો અભાવ કરે છે. આ રીતે પર્યાયના ઉત્પાદ-વ્યયરૂપ કાર્ય કરતા થકા તે દરેક પરમાણુ ધ્રુવપણે હંમેશા ટકી રહે છે. આ રીતે જગતમાં સમસ્ત દ્રવ્યો ટકીને બદલનારા (Permanent with a Change) છે. આમ હોવા છતાં શરીરના અનંત પરમાણુદ્રવ્યોની પર્યાય જીવ કરી શકે એવી ભ્રમણા અજ્ઞાની જીવ સેવે છે, અને જગતના અજ્ઞાનીઓ તરફથી જીવને પોતાની તે ઊંધી માન્યતાનું બળવાનપણે પોષણ મળ્યા કરે છે. શરીર સાથેની એકત્વબુદ્ધિ તે આ અજ્ઞાનનું કારણ હોવાથી તેના ફળરૂપે; જીવને પોતાના વિકારભાવો અનુસાર નવા નવા શરીરનો સંયોગ થયા કરે છે. આ ભૂલ ટાળવા માટે ચેતન અને જડ વસ્તુના સ્વભાવની સ્વતંત્રતા સમજવાની જરૂર છે.
આ વસ્તુસ્વભાવને સમ્યગ્દ્રષ્ટિ જીવો સમ્યગ્જ્ઞાનથી જાણે છે. આ સમ્યગ્જ્ઞાન અને સાચી માન્યતાને વિશેષ સ્થિર-નિશ્ચલ કરવા માટે તેનો વારંવાર વિચાર- ચિંતવન કરવાનું અહીં કહ્યું છે.
સમ્યગ્દર્શનાદિ ધર્મમાં તથા તેના ફળમાં ઉત્સાહ હોવો અને સંસારનો ભય હોવો તે સંવેગ છે. પર વસ્તુ તે સંસાર નથી પણ પોતાનો વિકારીભાવ તે સંસાર છે. તે વિકારીભાવનો ભય રાખવો એટલે કે તે વિકારીભાવ ન થવાની ભાવના રાખવી, અને વીતરાગદશાની ભાવના વધારવી. સમ્યગ્દ્રષ્ટિ જીવોને સંપૂર્ણ વીતરાગતા ન પ્રગટે ત્યાં સુધી અનિત્ય રાગ-દ્વેષ રહે છે, તેનાથી ભય રાખવાનું અહીં કહ્યું છે. જેમ બને તેમ વિકારભાવ થવા દેવો નહિ, અને જે વિકાર થાય તેમાં પણ અશુભ તો થવા દેવો નહિ, અશુભ ટાળતાં શુભ રહી જાય તેને પણ ધર્મ માનવો નહિ, પણ તે ટાળવાની ભાવના કરવી.
રાગ-દ્વેષનો અભાવ તે વૈરાગ્ય આ શબ્દ ‘નાસ્તિ’ વાચક છે; પરંતુ કંઈક અસ્તિ વગર નાસ્તિ હોય નહિ. જ્યારે જીવમાં રાગ-દ્વેષનો અભાવ હોય ત્યારે શેનો સદભાવ હોય? જીવમાં જેટલા અંશે રાગ-દ્વેષનો અભાવ છે તેટલા અંશે વીતરાગતા-