૪૬૮ ] [ મોક્ષશાસ્ત્ર
પ્રશ્નઃ– મુનિરાજને ગામ-નગર વગેરેમાં પર્યટન કરતાં શેરી-દરવાજા વગેરેમાં પ્રવેશ કરવાથી અદત્તાદાન થાય કે કેમ?
ઉત્તરઃ– તે અદત્તાદાન ન કહેવાય, કેમ કે તે જગ્યા બધાને આવવા જવા માટે ખુલ્લી છે. વળી શેરી વગેરેમાં પ્રવેશ કરતાં મુનિને પ્રમત્તયોગ હોતો નથી.
બાહ્ય વસ્તુનું ગ્રહણ થાય કે ન થાય, તોપણ ચોરી કરવાનો ભાવ હોય તે જ ચોરી છે અને તે જ બંધનું કારણ છે. પરવસ્તુને ખરેખર કોઈ ગ્રહણ કરી શકતું જ નથી, પોતાને પરવસ્તુ ગ્રહણ કરવાનો જે પ્રમાદયુક્ત ભાવ છે તે જ દોષ છે. ।। ૧પ।।
૧. મૈથુનઃ– ચારિત્રમોહનીયના ઉદયમાં જોડાવાથી રાગ-પરિણામ સહિત સ્ત્રી- પુરુષોની પરસ્પર સ્પર્શ કરવાની ઈચ્છા તે મૈથુન છે. (આ વ્યાખ્યા વ્યવહાર મૈથુનની છે.)
મૈથુન બે પ્રકારનું છે-નિશ્ચય અને વ્યવહાર. આત્મા પોતે બ્રહ્મસ્વરૂપ છે; આત્માની પોતાના બ્રહ્મસ્વરૂપમાં લીનતા તે ખરું બ્રહ્મચર્ય છે અને રાગ કે કષાય સાથે જોડાણ થવું તે અબ્રહ્મચર્ય છે. આ જ નિશ્ચય મૈથુન છે. વ્યવહાર મૈથુનની વ્યાખ્યા ઉપર આપી છે.
આવે છે; તેથી, સ્ત્રી-પુરુષના યુગલસંબંધી રતિસુખને માટે જે ચેષ્ટા (પ્રમાદ પરિણામ) કરવામાં આવે તે મૈથુન છે-એમ સમજવું.
૩. જેના પાલનથી અહિંસાદિક ગુણો વૃદ્ધિ પામે તે બ્રહ્મ છે અને જે બ્રહ્મથી વિરુદ્ધ છે તે અબ્રહ્મ છે. અબ્રહ્મ (મૈથુન) માં હિંસાદિક દોષ પુષ્ટ થાય છે; વળી તેમાં ત્રસ-સ્થાવર જીવો પણ હણાય છે, મિથ્યાવચન બોલાય છે, વિના દીધેલી વસ્તુને ગ્રહણ કરવાનું બને છે અને ચેતન તથા અચેતન પરિગ્રહનું ગ્રહણ પણ થાય છે-માટે તે અબ્રહ્મ છોડવા લાયક છે. ।। ૧૬।।