Moksha Shastra (Gujarati). Sutra: 39 (Chapter 7).

< Previous Page   Next Page >


Page 485 of 655
PDF/HTML Page 540 of 710

 

અ. ૭ સૂત્ર ૩૯ ] [ ૪૮પ

દાનમાં વિશેષતા
विधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेषः।। ३९।।
અર્થઃ– [विधिद्रव्यदातृपात्रविशेषात्] વિધિ, દ્રવ્ય, દાતૃ અને પાત્રની

વિશેષતાથી [तत् विशेषः] દાનમાં વિશેષતા હોય છે.

ટીકા
૧. વિધિવિશેષઃ– નવધા ભક્તિના ક્રમને વિધિવિશેષ કહે છે.
દ્રવ્યવિશેષઃ– તપ, સ્વાધ્યાય વગેરેની વૃદ્ધિમાં કારણ એવા આહારાદિને દ્રવ્ય
વિશેષ કહે છે.
દાતૃવિશેષઃ– જે દાતાર શ્રદ્ધા વગેરે સાત ગુણો સહિત હોય તેને દાતૃવિશેષ
કહે છે. (દાતૃ=દાતાર)
પાત્રવિશેષઃ– જે સમ્યક્ચારિત્ર વગેરે ગુણોસહિત હોય એવા મુનિ વગેરેને
પાત્રવિશેષ કહે છે.
ર. નવધા ભક્તિનું સ્વરૂપ
(૧) સંગ્રહ (–પ્રતિગ્રહણ)–‘પધારો, પધારો, અહીં શુદ્ધ આહાર-પાણી છે’
ઇત્યાદિ શબ્દો વડે ભક્તિ-સત્કારપૂર્વક વિનયથી મુનિને
આવકાર આપવો તે.

(ર) ઉચ્ચસ્થાન–તેમને ઊંચા સ્થાન ઉપર બેસાડવા તે. (૩) પાદોદક–ગરમ કરેલા શુદ્ધ જળ વડે તેમના ચરણ ધોવા. (૪) અર્ચન–તેમની ભક્તિ-પૂજા કરવી. (પ) પ્રણામ– તેમને નમસ્કાર કરવો. (૬–૭–૮) મનઃશુદ્ધિ વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ (૯) એષણાશુદ્ધિ આહારની શુદ્ધિ આ નવે ક્રિયાઓ ક્રમસર હોવી જોઈએ; આવો ક્રમ ન હોય તો મુનિ આહાર લઈ શકે નહિ.

પ્રશ્નઃ– સ્ત્રી એ પ્રમાણે નવધા ભક્તિવડે મુનિને આહાર આપે કે નહિ? ઉત્તરઃ– હા, સ્ત્રીનો કરેલો અને સ્ત્રીના હાથથી પણ સાધુઓ આહાર લે છે.