૪૮૬ ] [ મોક્ષશાસ્ત્ર ભગવાન મહાવીર જ્યારે છદ્મસ્થ મુનિ હતા ત્યારે ચંદનબાળાએ નવધાભક્તિપૂર્વક તેમને આહાર આપ્યો હતો એ વાત પ્રસિદ્ધ છે.
મુનિને તથા ક્ષુલ્લકને ‘તિષ્ઠ! તિષ્ઠ! તિષ્ઠ! (અહીં બિરાજો) એમ અતિ અનુરાગ અને અતિ પૂજ્યભાવથી કહેવું તથા અન્ય શ્રાવકાદિક યોગ્ય પાત્ર જીવોને તેમના પદ અનુસાર આદરનાં વચન કહેવાં તે સંગ્રહ છે. જેને હૃદયમાં નવધાભક્તિ નથી તેને ત્યાં મુનિ ભોજન કરે જ નહિ; અને અન્ય ધર્માત્મા પાત્ર જીવો પણ આદર વગર, લોભી થઈને ધર્મનો નિરાદર કરાવીને ભોજનાદિક કદી ગ્રહણ કરે નહિ. જૈનીપણું તો દીનતા રહિત પરમ સંતોષ ધારણ કરવો તે છે.
પાત્રદાનની અપેક્ષાએ દેવા યોગ્ય પદાર્થો ચાર પ્રકારના છે-૧. આહાર, ર. ઔષધ, ૩. ઉપકરણ (પીછી, કમંડળ, શાસ્ત્ર વગેરે) અને ૪. આવાસ. આ પદાર્થો તપ, સ્વાધ્યાયાદિ ધર્મકાર્યમાં વૃદ્ધિનાં કારણ થાય એવાં હોવાં જોઈએ. (તપ = મુનિપણું)
દાતારમાં નીચેના સાત ગુણો હોવા જોઈએ- (૧) ઐહિક ફળ અનપેક્ષા– સાંસારિક લાભની ઇચ્છા ન હોવી તે. (ર) ક્ષાંતિ–દાન આપતાં ગુસ્સારહિત શાંતિપરિણામ હોવા તે. (૩) મુદિત– દાન આપતાં પ્રસન્નતા હોવી તે, (૪) નિષ્કપટતા- કપટરહિતપણું હોવું તે. (પ) અનસૂયત્વ–ઇર્ષારહિતપણું હોવું તે. (૬) અવિષાદિત્વ– વિષાદ (ખેદ) રહિતપણું હોવું તે. (૭) નિરહંકાર્ત્વિ–અભિમાનરહિતપણું તે. દાતારમાં રહેલા આ ગુણોની હીનાધિકતા પ્રમાણે તેને દાનનું ફળ થાય છે.
સત્પાત્રના ત્રણ પ્રકાર છેઃ- (૧) ઉત્તમપાત્ર-સમ્યક્ચારિત્રવાન મુનિ. (ર) મધ્યમપાત્ર-વ્રતધારી સમ્યગ્દ્રષ્ટિ.