અ. ૭ સૂત્ર ૩૯ ] [ ૪૮૭
(૩) જઘન્યપાત્ર- અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ. આ ત્રણે સમ્યગ્દ્રષ્ટિ હોવાથી સુપાત્ર છે. સમ્યગ્દર્શન વગરના જે જીવો બાહ્યવ્રત સહિત હોય તે કુપાત્ર છે અને સમ્યગ્દર્શન રહિત તેમ જ બાહ્યવ્રત- ચારિત્રથી પણ રહિત હોય તે જીવો અપાત્ર છે.
(૧) અપાત્ર જીવોને દુઃખથી પીડિત દેખીને તેમના ઉપર દયાભાવ વડે તેમનું દુઃખ દૂર કરવાની ભાવના ગૃહસ્થ અવશ્ય કરે, પણ તેમના પત્યે ભક્તિભાવ ન કરે; કેમ કે તેવા પ્રત્યે ભક્તિભાવ કરવો તે તેમના પાપની અનુમોદના છે. કુપાત્રને યોગ્ય રીતે (કરુણાબુદ્ધિ વડે) આહારાદિ દાન દેવું જોઈએ.
(ર) પ્રશ્નઃ– અપાત્રને દાન આપતાં અજ્ઞાનીને જો શુભભાવ હોય તો તેનું ફળ શુ? અપાત્રને દાન આપવાનું ફળ નરક નિગોદ છે- એમ કોઈ કહે છે તે ખરું છે?
ઉત્તરઃ– અપાત્રને દાન આપતાં શુભભાવ છે, તેનું ફળ નરક-નિગોદ હોઈ શકે નહિ. આત્માનું જ્ઞાન અને આચરણ નહિ હોવાથી જે પરમાર્થશૂન્ય છે એવા અજ્ઞાની છદ્મસ્થ વિપરીત ગુરુ પ્રત્યે સેવા-ભક્તિથી વૈયાવૃત્ય, તથા આહારાદિક દાન દેવાની ક્રિયાથી જે પુણ્ય થાય છે તેનું ફળ નીચ દેવ અને નીચ મનુષ્યપણું છે.
(૩) આહાર, ઔષધ, અભય અને જ્ઞાનદાન-એવા દાનના ચાર પ્રકાર પણ છે. કેવળી ભગવાનને દાનાંતરાયનો સર્વથા નાશ થવાથી ક્ષાયિક દાનશક્તિ પ્રગટ થઈ છે. તેનું મુખ્ય કાર્ય એ છે કે સંસારના શરણાગત જીવોને અભય પ્રદાન કરે. આ અભયદાનની પૂર્ણતા કેવળજ્ઞાનીઓને હોય છે. તેમ જ દિવ્ય વાણીદ્વારા તત્ત્વોપદેશ દેવાથી ભવ્ય જીવોને જ્ઞાનદાનની પ્રાપ્તિ પણ થાય છે. બાકીનાં બે દાન (આહાર અને ઔષધ) રહ્યાં તે ગૃહસ્થનાં કાર્ય છે. એ બે સિવાયના પહેલાં બે દાન પણ ગૃહસ્થોને યથાશક્તિ હોય છે. કેવળી ભગવાન વીતરાગી છે તેમને દાનની ઇચ્છા હોતી નથી. ।। ૩૯।। (જુઓ, તત્ત્વાર્થસાર પા. ૨પ૬)
૧. આ અધિકારમાં પુણ્યાસ્રવનું વર્ણન છે; વ્રત તે પુણ્યાસ્રવનું કારણ છે. અઢારમા સૂત્રમાં વ્રતીની વ્યાખ્યા આપી છે. તેમાં જણાવ્યું છે કે, જે જીવ મિથ્યાત્વ, માયા અને નિદાન એ ત્રણ શલ્યરહિત હોય તે જ વ્રતી હોઈ શકે. ‘જેને વ્રત હોય તે વ્રતી’