Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 488 of 655
PDF/HTML Page 543 of 710

 

૪૮૮ ] [ મોક્ષશાસ્ત્ર એવી વ્યાખ્યા કરી નથી, માટે એ ખાસ લક્ષમાં રાખવું કે વ્રતી થવા માટે સમ્યગ્દર્શન અને વ્રત બન્ને હોવાં જોઈએ.

ર. સમ્યગ્દ્રષ્ટિ જીવને અંશે વીતરાગચારિત્રપૂર્વક મહાવ્રતાદિરૂપ શુભોપયોગ હોય તેને સરાગચારિત્ર કહેવાય છે; તે સરાગચારિત્ર અનિષ્ટ ફળવાળું હોવાથી છોડવાયોગ્ય છે. જેમાં કષાયકણ વિદ્યમાન હોવાથી જીવને જે પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે એવું તે સરાગચારિત્ર વચ્ચે આવી પડયું હોવા છતાં તેને દૂર ઓળંગી જવાનો પ્રયત્ન સમ્યગ્દ્રષ્ટિને ચાલુ હોય છે. (જુઓ, પ્રવચનસાર ગાથા ૧-પ-૬)

૩. મહાવ્રતાદિ શુભોપયોગને ઉપાદેયપણાથી ગ્રહણરૂપ માનવું તે મિથ્યાદ્રષ્ટિપણું છે. આ અધ્યાયમાં તે વ્રતોને આસ્રવરૂપે વર્ણવ્યાં છે તો તે ઉપાદેય કેવી રીતે હોય? આસ્રવ તો બંધનો સાધક છે અને ચારિત્ર તો મોક્ષનું સાધક છે, તેથી એ મહાવ્રતાદિરૂપ આસ્રવભાવોમાં ચારિત્રપણું સંભવતું નથી. ચારિત્રમોહના દેશઘાતી સ્પર્દ્ધકોના ઉદયમાં જોડાવાથી જે મહામંદ પ્રશસ્ત રાગ થાય છે તે તો ચારિત્રનો દોષ છે. તેને નહિ છૂટતો જાણીને જ્ઞાનીઓ તેનો ત્યાગ કરતા નથી અને સાવદ્યયોગનો જ ત્યાગ કરે છે. પણ જેમ કોઈ પુરુષ કંદમૂળાદિ ઘણા દોષવાળી હરિતકાયનો ત્યાગ કરે છે અને કોઈ હરિતકાયને વાપરે છે પણ તેને ધર્મ માનતો નથી તેમ મુનિ હિંસાદિ તીવ્ર કષાયરૂપ ભાવોનો ત્યાગ કરે છે તથા કોઈ મંદ કષાયરૂપ મહાવ્રતાદિને પાળે છે પરંતુ તેને મોક્ષમાર્ગ માનતા નથી.

(જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૨૩૩)

૪. આ આસ્રવ અધિકારમાં અહિંસાદિ વ્રતોનું વર્ણન કર્યું છે તેથી એમ સમજવું કે, કોઈ જીવને ન મારવો એવા શુભભાવરૂપ અહિંસા, સત્ય, અચૌર્યતા, બ્રહ્યચર્ય અને અપરિગ્રહ ભાવ એ બધા પુણ્યાસ્રવ છે. આ અધિકારમાં સંવર- નિર્જરાનું વર્ણન નથી. તે અહિંસાદિ જો સંવર-નિર્જરાનું કારણ હોત તો આ આસ્રવ- અધિકારમાં તેમનું વર્ણન આચાર્યદેવ કરત નહિ.

પ. વ્રતાદિના શુભભાવ વખતે પણ ચાર ઘાતિકર્મો બંધાય છે અને ઘાતિકર્મો તો પાપ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવને સાચી શ્રદ્ધા હોવાથી દર્શનમોહ, અનંતાનુબંધી ક્રોધ- માન-માયા-લોભ તથા નરકગતિ ઇત્યાદિ કુલ ૪૧ કર્મપ્રકૃતિઓનો બંધ થતો નથી; તે તો ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શનનું ફળ છે અને ઉપરની દશામાં જેટલે અંશે ચારિત્રની શુદ્ધતા પ્રગટે છે તે વીતરાગચારિત્રનું ફળ છે, પરંતુ મહાવ્રત કે દેશવ્રતનું ફળ તે શુદ્ધતા નથી. મહાવ્રત કે દેશવ્રતનું ફળ તો બંધન છે.

૬. અશુભભાવમાં તો ધર્મ નથી એમ તો સાધારણ જીવો ઓઘદ્રષ્ટિએ માને છે એટલે તે સંબંધી વિશેષ કહેવાની જરૂર નથી. પરંતુ પોતાને ધર્મી તરીકે માનતા