અ. ૭ સૂત્ર ઉપસંહાર ] [ ૪૮૯ જીવો પણ મોટે ભાગે શુભભાવને ધર્મ અગર તો ધર્મનો સહાયક માને છે-તે માન્યતા ખરી નથી. શુભભાવ તે ધર્મનું કારણ નથી પણ કર્મબંધનું કારણ છે એ વાત છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં કરી છે, તેની ટૂંક નોંધ નીચે પ્રમાણે છે-
ઉપર કહેલા બધા બોલોને આસ્રવ તરીકે વર્ણવ્યા છે. એ રીતે છઠ્ઠા અને સાતમા અધિકારમાં આસ્રવનું વર્ણન પૂરું કરીને હવે આઠમા અધિકારમાં બંધનું વર્ણન કહેવામાં આવશે.
૭. હિંસા, જુઠ્ઠું, ચોરી, કુશીલ અને પરિગ્રહનો ત્યાગ તે વ્રત છે-એમ શ્રી અમૃતચંદ્રાચાર્યે તત્ત્વાર્થસારના ચોથા અધ્યાયની ૧૦૧ મી ગાથામાં કહ્યું છે. એટલે કે વ્રત પુણ્યાસ્રવ છે એમ જણાવ્યું છે. ગાથા ૧૦૩ માં કહ્યું કે-સંસારમાર્ગમાં પુણ્ય અને પાપ વચ્ચે ભેદ છે; પણ ત્યારપછી ગાથા ૧૦૪ માં સ્પષ્ટપણે જણાવ્યું કે-મોક્ષમાર્ગમાં પુણ્ય અને પાપ વચ્ચે ભેદ (વિશેષ, જુદાપણું) નથી. કેમકે તે બન્ને સંસારનું કારણ છે-આ પ્રમાણે જણાવીને આસ્રવ અધિકાર પૂરો કર્યો છે.
૮. પ્રશ્નઃ– વ્રત તો ત્યાગ છે, જો ત્યાગને પુણ્યાસ્રવ કહેશો પણ ધર્મ નહિ કહો તો ત્યાગનો ત્યાગ તે ધર્મ કેમ થઈ શકે?