Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 493 of 655
PDF/HTML Page 548 of 710

 

અ. ૮ સૂત્ર ૧ ] [ ૪૯૩

પ. મિથ્યાદર્શનનું સ્વરૂપ

(૧) જીવને અનાદિથી મિથ્યાદર્શનરૂપ અવસ્થા છે. તમામ દુઃખનું મૂળ્‌ા (સંસારની જડ) મિથ્યાદર્શન છે. જેવું જીવને શ્રદ્ધાન છે તેવું પદાર્થસ્વરૂપ ન હોય અને જેવું પદાર્થસ્વરૂપ ન હોય તેવું એ માને તેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. જીવ પોતાને અને શરીરને એકરૂપ માને છે; શરીર કોઈ વેળા દુબળું થાય, કોઈ વેળા જાડું થાય, કોઈ વાર નષ્ટ થઈ જાય, કોઈ વાર નવીન ઊપજે ત્યારે એ બધી ક્રિયાઓ શરીરાધીન થવા છતાં આ જીવ તેને પોતાને આધીન માની ખેદખિન્ન થાય છે.

દ્રષ્ટાંત–જેમ કોઈ જગ્યાએ એક ગાંડો બેઠો હતો ત્યાં અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા અને ધનાદિક આવી ઉતર્યા; તે સર્વે ને આ ગાંડો પોતાના માનવા લાગ્યો, પણ એ બધાં પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ આવે, કોઈ જાય; કોઈ અનેક અવસ્થારૂપે પરિણમે, એમ સર્વેની ક્રિયા પોતપોતાને આધીન હોવા છતાં આ ગાંડો તેને પોતાને આધીન માની ખેદખિન્ન થાય છે.

સિદ્ધાંતઃ– તેમ આ જીવ જ્યાં શરીર ધારણ કરે ત્યાં, કોઈ અન્ય ઠેકાણેથી પુત્ર, ઘોડા, ધનાદિક આવીને સ્વયં પ્રાપ્ત થાય છે; તે સર્વેને આ જીવ પોતાનાં જાણે છે, પણ એ બધાં તો પોતપોતાને આધીન હોવાથી કોઈ આવે, કોઈ જાય તથા કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે, તે ક્રિયા તેમને આધીન છે, આ જીવને આધીન નથી, તોપણ તેને પોતાને આધીન માનીને આ જીવ ખેદખિન્ન થાય છે.

(ર) આ જીવ પોતે જેમ છે તેમ પોતાને માનતો નથી પણ જેમ નથી તેમ માને છે તે મિથ્યાદર્શન છે. પોતે અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિનિધન વસ્તુરૂપ છે, તથા મૂર્તિક પુદ્ગલ દ્રવ્યોનો પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો રહિત, નવીન જ જેનો સંયોગ થયો છે એવા આ શરીરાદિ પુદ્ગલ કે જે પોતાથી પર છે-એ બન્નેના સંયોગરૂપ મનુષ્ય, તિર્યંચાદિ અનેક પ્રકારની અવસ્થાઓ થાય છે, તેમાં આ મૂઢ જીવ પોતાપણું ધારી રહ્યો છે, સ્વ-પરનો ભેદ કરી શકતો નથી; જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે. એ પર્યાયમાં (૧) જે જ્ઞાનાદિ ગુણો છે તે તો પોતાના ગુણો છે, (ર) જે રાગાદિક ભાવો થાય છે તે વિકારીભાવો છે, તથા (૩) જે વર્ણાદિ છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ પુદ્ગલના ગુણો છે અને (૪) શરીરાદિમાં પણ વર્ણાદિનું તથા પરમાણુઓનું પલટાવું ઘણા જુદા જુદા પ્રકારે થાય છે; તે સર્વે પુદ્ગલની અવસ્થાઓ છે; આ બધાંને આ જીવ પોતાનું સ્વરૂપ માને છે; સ્વભાવ અને પરભાવનો વિવેક કરતો નથી; વળી પોતાથી પ્રત્યક્ષ ભિન્ન ધન-કુટુંબાદિકનો સંયોગ થાય છે તેઓ પોતપોતાને આધીન પરિણમે છે,