Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 495 of 655
PDF/HTML Page 550 of 710

 

અ. ૮ સૂત્ર ૧ ] [ ૪૯પ નથી; માત્ર જીવ પોતે જ કલ્પના કરીને તેને ઇષ્ટ-અનિષ્ટરૂપ માને છે. એ માન્યતા જૂઠી છે. કલ્પિત છે.

(૭) જીવ કોઈ પદાર્થના સદ્ભાવ તથા કોઈના અભાવને ઇચ્છે છે પણ તેનો સદ્ભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો નથી કારણ કે કોઈ દ્રવ્ય કોઈ અન્યદ્રવ્યનું કે તેની પર્યાયનું કર્તા છે જ નહિ, પણ સર્વ દ્રવ્યો પોતપોતાનાં સ્વરૂપે પોતાથી જ પરિણમે છે.

(૮) રાગાદિ ભાવો વડે મિથ્યાદ્રષ્ટિ જીવ તો સર્વ દ્રવ્યોને અન્ય પ્રકારે પરિણમાવવા ઇચ્છે છે પણ તે સર્વ દ્રવ્યો જીવની ઇચ્છાને આધીન પરિણમતા નથી, તેથી તેને આકુળતા થાય છે. જો સર્વ કાર્ય જીવની ઇચ્છાનુસાર જ થાય, અન્યથા ન થાય તો જ નિરાકુળતા રહે, પણ એમ તો થઈ શકતું જ નથી, કારણ કે કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી. માટે જીવને રાગાદિ ભાવ દૂર થાય તો જ નિરાકુળતા થાય છે.- એમ ન માનતાં પોતે પર દ્રવ્યનો કર્તા, ભોક્તા, દાતા, હર્તા આદિ છે અને પરદ્રવ્યથી પોતાને લાભ-નુકશાન થાય છે-એમ માનવું તે મિથ્યા છે.

(૯) મિથ્યાદર્શનની ટૂંકી વ્યાખ્યાઓ

૧. સ્વ-પર એકત્વદર્શન. ર. પરની કર્તૃત્વબુદ્ધિ. ૩. પર્યાયબુદ્ધિ. ૪. વ્યવહાર- વિમૂઢ. પ. અતત્ત્વ શ્રદ્ધાન. ૬. પોતાના સ્વરૂપની ભ્રમણા. ૭. રાગથી શુભભાવથી આત્માને લાભ થાય એવી બુદ્ધિ. ૮. બહિરદ્રષ્ટિ. ૯. વિપરીત રુચિ. ૧૦. વસ્તુસ્વરૂપ ન હોય તેમ માનવું, હોય તેમ ન માનવું. ૧૧. અવિદ્યા. ૧ર. પરથી લાભ-નુકશાન થાય એવી માન્યતા. ૧૩. અનાદિઅનંત ચૈતન્યમાત્ર ત્રિકાળી આત્માને ન માનવો પણ વિકાર જેટલો જ આત્મા માનવો. ૧૪. વિપરીત અભિપ્રાય. ૧પ. પરસમય. ૧૬. પર્યાયમૂઢ. ૧૭. શરીરની ક્રિયા જીવ કરી શકે એવી માન્યતા. ૧૮. પર દ્રવ્યોની વ્યવસ્થા કરનાર તથા તેનો કર્તા, ભોક્તા, દાતા, હર્તા જીવને માનવો. ૧૯. જીવને જ ન માનવો. ર૦. નિમિત્તાધીનદ્રષ્ટિ. ર૧. પરાશ્રયે લાભ થાય એવી માન્યતા. રર. શરીરાશ્રિત ક્રિયાથી લાભ થાય એવી માન્યતા. ર૩. સર્વજ્ઞની વાણીમાં જેવું આત્માનું પૂર્ણસ્વરૂપ કહ્યું છે તેવા સ્વરૂપની અશ્રદ્ધા. ર૪. વ્યવહારનય ખરેખર આદરણીય હોવાની માન્યતા. રપ. શુભાશુભભાવનું સ્વામીત્વ. ર૬. શુભવિકલ્પથી આત્માને લાભ થાય એવી માન્યતા. ર૭. વ્યવહારરત્નત્રય કરતાં કરતાં નિશ્ચયરત્નત્રય પ્રગટે એવી માન્યતા. ર૮. શુભ-અશુભમાં સરખાપણું ન માનવું તે અર્થાત્ શુભ સારાં અને અશુભ ખરાબ એવી માન્યતા. ર૯. મનુષ્ય અને તિર્યંચ પ્રત્યે મમત્વબુદ્ધિથી કરુણા થવી તે.