અ. ૮ સૂત્ર ૭-૮ ] [ પ૦૭
ઉત્તરઃ– દ્રવ્યાર્થિકનયે અભવ્યજીવને પણ તે બન્ને જ્ઞાનની શક્તિ વિદ્યમાન છે માટે તે અપેક્ષાએ તેને પણ મનઃપર્યય અને કેવળજ્ઞાન બન્ને છે; અને પર્યાયાર્થિકનયે અભવ્યને તે બે જ્ઞાન નથી કેમકે તેને કોઈ કાળે પણ તેની વ્યક્તિ નહિ થાય; શક્તિમાત્ર છે પણ પ્રગટરૂપે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અભવ્યને થતાં નથી. માટે શક્તિમાંથી વ્યક્તિ નહિ થવાના નિમિત્ત તરીકે આવરણ હોવું જ જોઈએ; તેથી અભવ્ય જીવને પણ તે બે આવરણો છે. ।। ૬।।
અર્થઃ– [चक्षुः अचक्षुः अवधि केवलानां] ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, [निद्रा निद्रानिद्रा] નિદ્રા, નિદ્રાનિદ્રા, [प्रचला प्रचलाप्रचला] પ્રચલા, પ્રચલાપ્રચલા, [स्त्यानगृद्धयः च] અને સ્ત્યાનગૃદ્ધિ-એ નવ ભેદ દર્શનાવરણકર્મના છે.
૧. છદ્મસ્થ જીવોને દર્શન અને જ્ઞાન ક્રમથી હોય છે અર્થાત્ પહેલાં દર્શન અને પછી જ્ઞાન હોય છે; પરંતુ કેવળી ભગવાનને દર્શન અને જ્ઞાન બન્ને એક સાથે હોય છે કેમ કે દર્શન અને જ્ઞાન બન્નેના બાધક કર્મોનો ક્ષય એક સાથે થાય છે.
૨. મનઃપર્યયદર્શન હોતું નથી, કેમકે મનઃપર્યયજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ થાય છે; તેથી મનઃપર્યયદર્શનાવરણકર્મ નથી.
૩. આ સૂત્રમાં આવેલ શબ્દોના અર્થ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકામાંથી જોઈ લેવા. ।। ૭।।
અર્થઃ– [सत् असत्वेधे] સાતાવેદનીયઃ અને અસાતાવેદનીય-એ બે ભેદ વેદનીયકર્મના છે.
સાતાવેદનીય અને અસાતાવેદનીય; તે બે જ વેદનીય કર્મની પ્રકૃતિઓ છે.