પ૦૬ ] [ મોક્ષશાસ્ત્ર
૨. પ્રકૃતિબંધના આઠ ભેદોમાંથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતિકર્મ કહેવાય છે, કેમ કે તેઓ જીવના અનુજીવી ગુણોના પર્યાયના ઘાતમાં નિમિત્ત છે; અને બાકીના વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચારને અઘાતિકર્મ કહેવાય છે, કેમ કે તેઓ જીવના અનુજીવી ગુણોના પર્યાયના ઘાતમાં નિમિત્ત નથી પણ પ્રતિજીવી ગુણોની પર્યાયના ઘાતમાં નિમિત્ત છે.
વસ્તુમાં ભાવસ્વરૂપ ગુણ અનુજીવી ગુણ અને અભાવસ્વરૂપ ગુણ પ્રતિજીવી ગુણ કહેવાય છે.
૩. જેમ એક જ વખતે ખાધેલા આહાર ઉદરાગ્નિના સંયોગે રસ, લોહી વગેરે જુદા જુદા પ્રકારે થઈ જાય છે, તેમ એક જ વખતે ગ્રહણ થયેલાં કર્મો જીવના પરિણામો અનુસાર જ્ઞાનાવરણ ઇત્યાદિ અનેક ભેદરૂપ થઈ જાય છે. અહીં ઉદાહરણથી એટલો ફેર છે કે આહાર તો રસ, લોહી વગેરે રૂપે ક્રમેક્રમે થાય છે પરંતુ કર્મો તો જ્ઞાનાવરણાદિરૂપે એક સાથે થઈ જાય છે. ।। ૪।।
અર્થઃ– [यथाक्रमम्] ઉપર કહેલાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના અનુક્રમે [पंच नव द्वि अष्टाविंशति] પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, [चतुः द्विचत्वारिंशत् द्वि पंचभेदा] ચાર, બેંતાલીસ, બે અને પાંચ ભેદો છે.
નોંધ– તે ભેદોનાં નામ હવે પછીના સૂત્રોમાં અનુક્રમે જણાવે છે. ।। પ।।
અર્થઃ– [मति श्रुत अवधि] મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, [मनःपर्यय केवलानाम्] મનઃપર્યયજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ-એ પાંચ ભેદો જ્ઞાનાવરણકર્મના છે.
પ્રશ્નઃ– અભવ્ય જીવને મનઃપર્યયજ્ઞાન તથા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવાનું સામર્થ્ય નથી, જો તે સામર્થ્ય હોય તો અભવ્યપણું કહી શકાય નહિ; માટે તે બે જ્ઞાનના સામર્થ્ય વગર તેને એ બે જ્ઞાનના આવરણ કહેવાં તે શું નિરર્થક નથી?