Moksha Shastra (Gujarati). Sutra: 4 (Chapter 8).

< Previous Page   Next Page >


Page 505 of 655
PDF/HTML Page 560 of 710

 

અ. ૮ સૂત્ર ૪ ] [ પ૦પ

પ્રદેશબંધ યોગના નિમિત્તે થાય છે અને સ્થિતિબંધ તથા
અનુભાગબંધ કષાયના નિમિત્તે થાય છે.

૨. અહીં જે બંધના પ્રકાર વર્ણવ્યા છે તે પુદ્ગલકર્મબંધના છે; તે દરેક પ્રકારના ભેદ-ઉપભેદ હવે અનુક્રમે કહે છે. ।। ।।

પ્રકૃતિબંધના મૂળ ભેદ
आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुर्नामगोत्रान्तरायाः।। ४।।

અર્થઃ– [आधो] પહેલો અર્થાત્ર પ્રકૃતિબંધ [ज्ञानदर्शनावरण] જ્ઞાનાવરણ, દર્શનાવરણ, [वेदनीय मोहनीय] વેદનીય, મોહનીય, [आयुःनाम गोत्र अन्तरायाः] આયુ, નામ, ગોત્ર અને અંતરાય- એ આઠ પ્રકારનો છે.

ટીકા

૧. જ્ઞાનાવરણ– જ્યારે આત્મા પોતે પોતાના જ્ઞાનભાવનો ઘાત કરે ત્યારે

આત્માના જ્ઞાનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને
જ્ઞાનાવરણ કહે છે.

દર્શનાવરણ– જ્યારે આત્મા પોતે પોતાના દર્શનભાવનો ઘાત કરે ત્યારે

આત્માના દર્શનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને
દર્શનાવરણ કહે છે.

વેદનીય– જ્યારે આત્મા પોતે મોહભાવ વડે પરલક્ષે આકુળતા કરે ત્યારે

સગવડતા કે અગવડતારૂપ સંયોગો પ્રાપ્ત થવામાં જે કર્મનો ઉદય
નિમિત્ત થાય તેને વેદનીય કહે છે.

મોહનીય– જીવ પોતાના સ્વરૂપને ભૂલીને અન્યને પોતાના સમજે અથવા

સ્વરૂપાચરણમાં અસાવધાની કરે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત
થાય તેને મોહનીય કહે છે.

આયુ– જ્યારે જીવ પોતાની યોગ્યતાથી નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવના

શરીરમાં રોકાઈ રહે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને
આયુકર્મ કહે છે.

નામ– જીવ જે શરીરમાં હોય તે શરીરાદિની રચનામાં જે કર્મનો ઉદય નિમિત્ત

થાય તેને નામકર્મ કહે છે.

ગોત્ર– જીવને ઊંચ કે નીચ આચરણવાળા કુળમાં પેદા થવામાં જે કર્મનો ઉદય

નિમિત્ત થાય તેને ગોત્રકર્મ કહે છે.