Moksha Shastra (Gujarati). Sutra: 3 (Chapter 8).

< Previous Page   Next Page >


Page 504 of 655
PDF/HTML Page 559 of 710

 

પ૦૪ ] [ મોક્ષશાસ્ત્ર છે; પરંતુ જીવમાં વિકારી યોગ્યતા છે અને તે વિકારનું નિમિત્ત પામીને નવાં કર્મપુદ્ગલો બંધાય છે માટે ઉપચારથી જીવને કર્મપુદ્ગલોનું ગ્રહણ કહ્યું છે.

૮. જગતમાં ઘણા પ્રકારનાં ‘બંધ’ હોય છે જેમ કે-ગુણગુણી બંધ વગેરે. તે બધા પ્રકારના બંધથી આ બંધ જુદો છે એમ બતાવવા માટે આ સૂત્રમાં બંધ પહેલાં ‘सः’ શબ્દ વાપર્યો છે.

જીવ અને પુદ્ગલને ગુણગુણીસંબંધ કે કર્તાકર્મસંબંધ નથી એમ ‘सः’ શબ્દથી બતાવ્યું છે, તેથી અહીં તેમનો એક ક્ષેત્રાવગાહરૂપસંબંધ અથવા તો નિમિત્તનૈમિત્તિકસંબંધ સમજવો. કર્મનો બંધ જીવના તમામ પ્રદેશોએ થાય છે અને બંધમાં અનંતાનંત પરમાણુઓ હોય છે. (જુઓ, અ. ૮. સૂ ર૪.)

૯. અહીં બંધ શબ્દનો અર્થ વ્યાકરણ દ્રષ્ટિએ નીચે જણાવેલ ચાર પ્રકારે સમજવો-

(૧) આત્મા બંધાયો તે બંધ, એ કર્મસાધન છે. (૨) આત્મા પોતે જ બંધરૂપ પરિણમે છે તેથી બંધને કર્તા કહેવાય, એ

કર્તૃસાધન છે.

(૩) પહેલા બંધની અપેક્ષાએ આત્મા બંધ વડે નવીન બંધ કરે છે તેથી બંધ

કરણસાધન છે.

(૪) બંધનરૂપ ક્રિયા તે જ ભાવ, એવી ક્રિયારૂપ પણ બંધ છે તે ભાવ

સાધન છે.।। ।।

બંધના ભેદ
प्रकृतिस्थित्यनुभवप्रदेशास्तद्विधयः।। ३।।
અર્થઃ– [तत्] તે બંધના [प्रकृति स्थिति अनुभव प्रदेशाः] પ્રકૃતિબંધ,

સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ [विधयः] એ ચાર ભેદ છે.

ટીકા
૧. પ્રકૃતિબંધ–કર્મોના સ્વભાવને પ્રકૃતિબંધ કહે છે.
સ્થિતિબંધ– જ્ઞાનાવરણાદિ કર્મો પોતાના સ્વભાવરૂપે જેટલો કાળ રહે તે
સ્થિતિબંધ છે.
અનુભાગબંધ–જ્ઞાનાવરણાદિ કર્મોના રસવિશેષને અનુભાગબંધ કહે છે.
પ્રદેશબંધ–જ્ઞાનાવરણાદિ કર્મોરૂપે થનાર પુદ્ગલસ્કંધોના પરમાણુઓની સંખ્યા
તે પ્રદેશબંધ છે. બંધના ઉપર્યુક્ત ચાર પ્રકારમાંથી પ્રકૃતિબંધ અને