Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 503 of 655
PDF/HTML Page 558 of 710

 

અ. ૮ સૂત્ર ૨ ] [ પ૦૩

(૨) કષાયભાવવાળો જીવ કષાય-કર્મના નિમિત્તે નવો બંધ કરે છે. (૩) કષાય-કર્મને મોહકર્મ કહેવાય છે, આઠ કર્મોમાંથી તે એક જ કર્મ બંધનું નિમિત્ત થાય છે.

(૪) પહેલા સૂત્રમાં બંધના જે પાંચ કારણો જણાવ્યાં છે તેમાંથી પહેલાં ચારનો સમાવેશ અહીં કહેલા કષાય શબ્દમાં થઈ જાય છે.

(પ) અહીં જીવ સાથે કર્મનો બંધ થવાનું કહ્યું છે; તે કર્મ પુદ્ગલો છે એમ બતાવવા માટે સૂત્રમાં પુદ્ગલ શબ્દ કહ્યો છે, તેથી ‘કર્મ આત્માનો અદ્રષ્ટ ગુણ છે’ એવી કેટલાક જીવોની જે માન્યતા છે તે દૂર થાય છે.

૪. ‘सकषायत्वात्’ -અહીં પાંચમી વિભક્તિ લગાડવાનો હેતુ એવો છે કે જેવો તીવ્ર, મધ્યમ કે મંદ કષાય જીવ કરે તે મુજબ જ કર્મોમાં સ્થિતિ અને અનુભાગબંધ થાય છે.

પ. કર્મના નિમિત્તે જીવ સકષાય થાય છે એટલે કે જીવની અવસ્થામાં વિકારી થવાયોગ્ય લાયકાત હોય તેને કર્મનું નિમિત્ત હાજર હોય છે અને જે જીવને કર્મનો સંબંધ ન હોય તે જીવની પોતાની લાયકાત પણ સકષાયરૂપ થવાની હોતી નથી. એ ધ્યાન રાખવું કે સામે કર્મ ઉદય હોય માટે જીવને કષાય કરવો જ પડે એમ નથી; કર્મ હાજર હોવા છતાં જીવ પોતે જો સ્વલક્ષમાં ટકીને કષાયરૂપે ન પરિણમે તો તે કર્મોને બંધનું નિમિત્ત કહેવાતું નથી.

૬. જીવને કર્મ સાથે જે સંબંધ છે તે પ્રવાહે અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે એક જ સમય પુરતો છે. દરેક સમયે પોતાની યોગ્યતાથી જીવ નવો નવો વિકાર કરે છે તેથી તે સંબંધ ચાલુ રહે છે. પણ જડ કર્મો જીવને વિકાર કરાવતાં નથી. જીવ પોતાની યોગ્યતાથી વિકાર કરે તો થાય અને ન કરે તો ન થાય. જેમ ઘણાં કાળથી ઊનું થયેલું પાણી ક્ષણમાં ઠરી જાય છે તેમ અનાદિથી વિકાર ચાલ્યો આવતો હોવા છતાં, વિકારની યોગ્યતા એક જ સમય પુરતી હોવાથી સ્વભાવના લક્ષે તે ટળી શકે છે. વિકાર ટળતાં કર્મ સાથેનો સંબંધ પણ ટળે છે.

૭. પ્રશ્નઃ– આત્મા તો અમૂર્તિક છે, હાથ-પગ વગરનો છે અને કર્મો તો મૂર્તિક છે, તો તે કર્મોને કઈ રીતે ગ્રહણ કરે?

ઉત્તરઃ– ખરેખર એક દ્રવ્ય બીજા દ્રવ્યને ગ્રહણ કરી શકતું નથી; તેથી અહીં જે ‘ગ્રહણ’ કરવાનું કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે એમ સમજવું. જીવને અનાદિથી કર્મપુદ્ગલો સાથે સંબંધ છે અને જીવના વિકારનું નિમિત્ત પામીને સમયે સમયે જૂનાં કર્મો સાથે નવાં કર્મો સ્કંધરૂપ થાય છે-એટલો સંબંધ બતાવવા માટે આ ઉપચાર કર્યો છે; ખરેખર જીવ સાથે કર્મપુદ્ગલો બંધાતાં નથી પણ જૂનાં કર્મપુદ્ગલો સાથે નવાં કર્મપુદ્ગલોનો બંધ થાય