Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 521 of 655
PDF/HTML Page 576 of 710

 

પ૨૨ ] [ મોક્ષશાસ્ત્ર પર્યાય (-આસ્રવ) અટકે છે અર્થાત્ પુણ્ય-પાપના ભાવ અટકે છે. તે અપેક્ષાએ સંવરનો અર્થ ‘જીવના નવા પુણ્ય-પાપના ભાવ રોકવા’ એવો થાય છે.

૩. ઉપર જણાવેલ ભાવ પ્રગટતાં નવાં કર્મો આત્મા સાથે. એકક્ષેત્રાવગાહરૂપે આવતાં અટકે છે, તેથી કર્મ અપેક્ષાએ સંવરનો અર્થ ‘નવાં કર્મનો આસ્રવ અટકવો’ એવો થાય છે.

(ર) ઉપરના ત્રણે અર્થો નય અપેક્ષાએ કરવામાં આવ્યા છે, તે આ પ્રમાણે ૧-પહેલો અર્થ આત્માનો શુદ્ધપર્યાય પ્રગટયાનું જણાવે છે, તેથી પર્યાય અપેક્ષાએ તે કથન શુદ્ધનિશ્ચયનયનું છે ર- બીજો અર્થ આત્મામાં ક્યો પર્યાય અટકયો તે જણાવે છે; તેથી તે કથન વ્યવહારનયનું છે. અને ૩-ત્રીજો અર્થ જીવના તે પર્યાય વખતે પર વસ્તુની સ્થિતિ કેવી હોય તેનું જ્ઞાન કરાવે છે, તેથી તે કથન અસદ્ભૂત વ્યવહારનયનું છે. તેને અસદ્ભૂત કહેવાનું કારણ એ છે કે, આત્મા જડ કર્મનું કાંઈ કરી શકતો નથી પણ આત્માના તે પ્રકારના શુદ્ધભાવને અને નવા કર્મના આસ્રવના રોકાઈ જવાને માત્ર નિમિત્ત-નૈમિત્તિકસબંધ છે.

(૩) આ ત્રણે વ્યાખ્યાઓ નય અપેક્ષાએ હોવાથી તે દરેક વ્યાખ્યામાં બાકીની બે વ્યાખ્યાઓ ગર્ભિત રીતે અંતર્ભૂત થાય છે, કેમ કે નય-અપેક્ષાના કથનમાં એકની મુખ્યતા અને બીજાની ગૌણતા હોય છે. જે કથન મુખ્યતાએ કર્યું હોય તેને આ શાસ્ત્રના પાંચમા અધ્યાયના ૩ર માં સુત્રમાં અર્પિત’ કહેવામાં આવેલ છે અને જે કથન ગૌણ રાખવામાં આવ્યુ હોય તેને ‘અનર્પિત’ કહેવામાં આવેલ છે. અર્પિત અને અનર્પિત એ બંને કથનોને એકત્રિત કરતાં જે અર્થ થાય તે પૂર્ણ (-પ્રમાણ) અર્થ છે, તેથી તે સર્વાંગ વ્યાખ્યા છે. અર્પિત કથનમાં અનર્પિતની જો ગૌણતા રાખવામાં આવી હોય તો તે નય કથન છે. ર્સ્વાંગ વ્યાખ્યારૂપ કથન કોઈ પડખું ગૌણ નહિ રાખતાં બધાં પડખાંને એકી સાથે બતાવે છે. શાસ્ત્રમાં નયદ્રષ્ટિથી વ્યાખ્યા કરી હોય કે અને કાન્તદ્રષ્ટિએ વ્યાખ્યા કરી હોય, પણ ત્યાં અનેકાંત સ્વરૂપ સમજીને અનેકાંતસ્વરૂપે જે વ્યાખ્યા હોય તે પ્રમાણે સમજવું.

(૪) સંવરની સર્વાંગ વ્યાખ્યા શ્રી સમયસારજી ગાથા ૧૮૭ થી ૧૮૯ સુધીમાં નીચે આપી છે-

“આત્માને આત્મા વડે બે પુણ્ય-પાપરૂપ શુભાશુભયોગોથી રોકીને દર્શનજ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય વસ્તુની ઇચ્છાથી વિરમ્યો થકો જે આત્મા, સર્વ સંગથી રહિત થયો થકો પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે,-કર્મ અને નોકર્મને ધ્યાવતો નથી, ચેતયિતા હોવાથી એકત્વને જ ચિંતવે છે-ચેતે છે- અનુભવે છે, તે આત્મા,