Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 522 of 655
PDF/HTML Page 577 of 710

 

અ. ૯ ભૂમિકા ] [ પ૨૩ આત્માને ધ્યાવતો, દર્શનજ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે.”

આ વ્યાખ્યામાં સંપૂર્ણ કથન હોવાથી આ કથન અનેકાન્તદ્રષ્ટિએ છે; માટે કોઈ શાસ્ત્રમાં નયદ્રષ્ટિએ વ્યાખ્યા કરી હોય, કે કોઈ શાસ્ત્રમાં અનેકાંતદ્રષ્ટિએ સર્વાંગ વ્યાખ્યા કરી હોય તો ત્યાં વિરોધ ન સમજતાં બન્નેમાં સમાન પ્રકારે વ્યાખ્યા કરી છે-એમ સમજવું.

(પ) શ્રી સમયસાર કળશ ૧રપ માં સંવરનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે- ૧. આસ્રવનો તિરસ્કાર કરવાથી જેણે સદા વિજય મેળવ્યોછે એવા સંવરને ઉત્પન્ન કરતી જયોતિ.........

ર. પરરૂપથી જુદી પોતાના સમ્યક્ સ્વરૂપમાં નિશ્ચલપણે પ્રકાશતી, ચિન્મય, ઉજ્જ્વળ અને નિજરસના ભારવાળી જ્યોતિનું પ્રગટવું,

(આ વર્ણનમાં આત્માની શુદ્ધ પર્યાય અને આસ્રવનો નિરોધ એ રીતે આત્માના બન્ને પડખાં આવી જાય છે.)

(૬) શ્રી પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગાથા ર૦પ માં બાર અનુપ્રેક્ષાના નામ કહ્યાં છે તેમાં એક સંવર અનુપ્રેક્ષા છે; ત્યાં પંડિત ઉગ્રસેન કૃત ટીકા પા.૨૧૮ માં ‘સંવર’ નો અર્થ નીચે પ્રમાણે કર્યો છે -

‘જિન પુણ્ય પાપ નહીં કીના, આતમ અનુભવ ચિત દીના;
તિન હિ વિધિ
આવત રોકે, સંવર લહિ સુખ અવલોકે.’

અર્થઃ– જે જીવોએ પોતાના ભાવને પુણ્ય-પાપરૂપ કર્યા નથી અને આત્મઅનુભવમાં પોતાના જ્ઞાનને જોડયુ છે તેઓએ કર્મોને આવતાં રોક્યાં છે અને સંવરની પ્રાપ્તિરૂપ સુખને તેઓ અવલોકે છે.

(આ વ્યાખ્યામાં ઉપર કહેલ ત્રણે પડખાં આવી જાય છે તેથી તે અનેકાંત અપેક્ષાએ સર્વાંગ વ્યાખ્યા છે.)

(૭) શ્રી જયસેનાચાર્યે પંચાસ્તિકાય ગાથા ૧૪ર ની ટીકામાં સંવરની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે -

‘अत्र शुभाशुभसंवर
समर्थः शुद्धोपयोगो भावसंवरः,
भावसंवराधारेण नवतरकर्मनिरोधो द्रव्यसंवर ईति तात्पर्यार्थः।।

અર્થઃ– અહીં શુભાશુભભાવને રોકવાને સમર્થ જે શુદ્ધોપયોગ તે ભાવસંવરઃ