Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 523 of 655
PDF/HTML Page 578 of 710

 

પ૨૪ ] [ મોક્ષશાસ્ત્ર છે; ભાવસંવરના આધારે નવા કર્મનો નિરોધ થવો તે દ્રવ્યસંવર છે. એ તાત્પર્ય અર્થ છે.’ (પંચાસ્તિકાય પા. ર૦૭)

(સંવરની આ વ્યાખ્યા અનેકાંતદ્રષ્ટિએ છે, તેમાં પહેલાં ત્રણે અર્થો આવી જાય છે.)

(૮) શ્રી અમૃતચંદ્રાચાર્યે પંચાસ્તિકાય, ગાથા ૧૪૪ ની ટીકામાં સંવરની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે-

शुभाशुभपरिणामनिरोधः संवरः शुद्धोपयोगः એટલે કે શુભાશુભ પરિણામના નિરોધરૂપ સંવર તે શુદ્ધોપયોગ છે. (પા. ર૦૮)

(સંવરની આ વ્યાખ્યા અનેકાંતદ્રષ્ટિએ છે, તેમાં પહેલા બે અર્થો આવી જાય છે.) (૯) પ્રશ્નઃ– આ અધ્યાયના પહેલા સુત્રમાં સંવરની વ્યાખ્યા ‘आस्रव निरोधः संवरः’ એટલી કરી છે, પણ સર્વાંગ વ્યાખ્યા કરી નથી, તેનું શુ કારણ છે?

ઉત્તરઃ– આ શાસ્ત્રમાં વસ્તુ સ્વરૂપનું વર્ણન નય અપેક્ષાએ ઘણું જ ટુંકામાં આપવામાં આવ્યું છે. વળી આ શાસ્ત્રનું વર્ણન મુખ્યપણે પર્યાયાર્થિકનયથી હોવાથી ‘आस्रवनिरोधः संवरः’ ‘એવી વ્યાખ્યા પર્યાય અપેક્ષાએ કરી છે અને તેમાં દ્રવ્યાર્થિકનયનું કથન ગૌણ છે.

(૧૦) પાંચમા અધ્યાયના ૩ર મા સુત્રની ટીકામાં જૈનશાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ જણાવી છે. તે પદ્ધતિ પ્રમાણે આ અધ્યાયના પહેલા સુત્રનો અર્થ કરતાં શ્રી સમયસાર, શ્રી પંચાસ્તિકાય વગેરે શાસ્ત્રોમાં સંવરનો જે અર્થ કર્યો છે તે જ અર્થ અહીં કહ્યો છે એમ સમજવું.

૪ લક્ષમાં રાખવાયોગ્ય કેટલીક બાબતો

(૧) પહેલા અધ્યાયના ચોથા સુત્રમાં જે સાત તત્ત્વો કહ્યાં છે તેમાં સંવર અને નિર્જરા એ બે તત્ત્વો મોક્ષમાર્ગરૂપ છે. પહેલા અધ્યાયના પહેલા સુત્રમાં મોક્ષમાર્ગની વ્યાખ્યા ‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’ એ પ્રમાણે કરી છે; તે વ્યાખ્યા મોક્ષમાર્ગ થતાં આત્માની શુદ્ધ પર્યાય કેવી હોય તે જણાવે છે, અને આ અધ્યાયના પહેલા સુત્રમાં ‘आस्रवनिरोधः संवरः’ એમ કહીને મોક્ષમાર્ગરૂપ શુદ્ધપર્યાય થતાં અશુદ્ધપર્યાય તથા નવા કર્મો અટકે છે તે જણાવ્યુ છે.

(૨) એ રીતે એ બંને સુત્રોમાં (અ. ૧ સૂ. ૧ તથા અ. ૯. સુ. ૧ માં) જણાવેલી મોક્ષમાર્ગની વ્યાખ્યા સાથે લેતાં આ શાસ્ત્રમાં સર્વાંગ કથન આવી જાય છે. શ્રી સમયસાર, શ્રી પંચાસ્તિકાય વગેરે શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિકનયે કથન છે, તેમાં સંવરની જે વ્યાખ્યા આપી છે તે જ વ્યાખ્યા પર્યાયાર્થિકનયે કથન કરનાર આ શાસ્ત્રમાં જુદા શબ્દોથી આપી છે.