પ૨૬ ] [ મોક્ષશાસ્ત્ર
ઉપર કહેલા ૯ બોલોમાં નિર્જરા સંબંધી કેટલીક હકીકત આવી ગઈ છે. સંવરપૂર્વકની નિર્જરા તે મોક્ષમાર્ગ છે; તેથી તે નિર્જરાની વ્યાખ્યા જાણવાની જરૂર છે.
(૧) શ્રી પંચાસ્તિકાયની ૧૪૪ ગાથામાં નિર્જરાની વ્યાખ્યા નીચે પ્રમાણે છે-
कम्माणं णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं।।
અર્થઃ– શુભાશુભાસ્રવના નિરોધરૂપ સંવર અને શુદ્ધોપયોગરૂપ યોગોથી સંયુક્ત એવો જે ભેદવિજ્ઞાની જીવ અનેક પ્રકારના અંતરંગ-બહિરંગ તપો દ્વારા ઉપાય કરે છે તે નિશ્ચયથી ઘણા પ્રકારના કર્મોની નિર્જરા કરે છે.’
આ વ્યાખ્યામાં ‘કર્મોની નિર્જરા થાય છે’ એમ કહ્યું છે; તે વખતે આત્માની શુદ્ધપર્યાય કેવી હોય છે તે તેમાં ગર્ભિત રાખ્યું છે; આ ગાથાની ટીકા કરતાં શ્રી અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે કે-
‘.... स खलु बहूनां कर्मणां निर्जरणं करोति। तदत्र कर्मविर्यशातनसमर्थो बहिरंगान्तरंग तपोभिर्ब्रृहितः शुद्धोपयोगो भावनिर्जरा।’
અર્થઃ– તે (જીવ) ખરેખર ઘણા કર્મોની નિર્જરા કરે છે તેથી એ સિદ્ધાંત થયો કે, અનેક કર્મોની શક્તિઓને ગાળવામાં સમર્થ બહિરંગ-અંતરંગ તપોથી વૃદ્ધિ પામેલો જે શુદ્ધોપયોગ તે ભાવ નિર્જરા છે. (જુઓ, પંચાસ્તિકાય પા. ૨૦૯)
(૨) શ્રી સમયસાર ગાથા ૨૦૬ માં નિર્જરાનું સ્વરૂપ નીચે જણાવ્યું છે-
एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं।। २०६।।
અર્થઃ– હે ભવ્ય પ્રાણી! તું આમાં (-જ્ઞાનમાં) નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; આમ કરવાથી તને ઉત્તમ સુખ થશે.’
નિર્જરા થતાં આત્માની શુદ્ધપર્યાય કેવી હોય છે તે આમાં જણાવ્યું છે. (૩) સંવરની સાથે અવિનાભાવપણે નિર્જરા હોય છે. નિર્જરાના આઠ આચાર (-અંગ, લક્ષણ) છે, તેમાં ઉપબૃંહણ અને પ્રભાવના એ બે આચાર શુદ્ધિની વૃદ્ધિ બતાવે છે, આ સંબંધમાં શ્રી સમયસાર ગાથા ર૩૩ ની ટીકા માં નીચે પ્રમાણે જણાવ્યું છે-