અ. ૯ ભૂમિકા ] [ પ૨૭
“કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃંહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.”
(૪) વળી ગાથા ર૩૬ ની ટીકા તથા ભાવાર્થ માં કહ્યું છે કેઃ- ટીકાઃ- કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા-વિકસાવવા ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી, પ્રભાવના કરનાર છે, તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી (અર્થાત્ જ્ઞાનની પ્રભાવના નહિ વધવાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ– પ્રભાવ એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે; માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે-વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે. તેને અપ્રભાવનાકૃત કર્મબંધ નથી, કર્મ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ છે.
(પ) આ પ્રમાણે અનેકાંત દ્રષ્ટિમાં સ્પષ્ટપણે સર્વાંગ વ્યાખ્યા કહેવામાં આવે છે. જ્યાં વ્યવહારનયે વ્યાખ્યા કરવામાં આવે ત્યાં ‘જૂના વિકારનું નથા જૂનાં કર્મનું ખરી જવું’ એવો નિર્જરાનો અર્થ કહેવામાં આવે છે. પણ તેમાંય ‘શુદ્ધિની વૃદ્ધિ તે નિર્જરા’ એવો અર્થ ગર્ભિતપણે કહ્યો છે એમ સમજવું.
(૬) અષ્ટપાહુડમાં ભાવપ્રાભૃતની ૧૪૪ મી ગાથાના ભાવાર્થમાં સંવર, નિર્જરા તથા મોક્ષની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે-
‘પાંચમું સંવરતત્ત્વ છે. રાગ-દ્વેષ-મોહરૂપ જીવના વિભાવનું ન હોવું અને દર્શનજ્ઞાનરૂપ ચેતનાભાવનું સ્થિર થવું તે સંવર છેઃ તે જીવનો પોતાનો ભાવ છે અને તેનાથી પુદ્ગલકર્મ જનિત ભ્રમણ મટે છે. એ રીતે એ તત્ત્વોની ભાવનામાં આત્મતત્ત્વની ભાવના પ્રધાન છે; તેનાથી કર્મની નિર્જરા થઈને મોક્ષ થાય છે. આત્માના ભાવ અનુક્રમે શુદ્ધ થવા તે નિર્જરાતત્ત્વ છે અને સર્વ કર્મનો અભાવ થવો તે મોક્ષતત્ત્વ છે.’
(૭) એ રીતે સંવરતત્ત્વમાં આત્માની શુદ્ધ પર્યાયનું પ્રગટવું હોય છે અને નિર્જરાતત્ત્વમાં આત્માની શુદ્ધ પર્યાયની વૃદ્ધિ થાય છે. આ શુદ્ધ પર્યાયને એક શબ્દથી ‘શુદ્ધોપયોગ’ કહેવાય છે, બે શબ્દોથી કહેવું હોય તો ‘સંવર, નિર્જરા’ કહેવાય છે અને ત્રણ શબ્દોથી કહેવું હોય તો ‘સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્ર’ કહેવાય છે. સંવરનિર્જરામાં અંશે શુદ્ધ પર્યાય હોય છે એમ સમજવું.
આ શાસ્ત્રમાં જ્યાં જ્યાં સંવર-નિર્જરાનું વિવરણ હોય ત્યાં ત્યાં આત્માની પર્યાય