પ૨૮ ] [ મોક્ષશાસ્ત્ર જે અંશે શુદ્ધ છે તે સંવર-નિર્જરા છે એમ સમજવું. વિકલ્પ રાગ કે શુભભાવ તે સંવર-નિર્જરા નથી. પરંતુ તેનો નિરોધ થવો અને જુની અશુદ્ધિનું ખરી જવું તે સંવર-નિર્જરા છે.
(૮) મોક્ષના બીજરૂપ સંવર-નિર્જરાભાવ અનાદિથી અજ્ઞાની જીવે કદી પ્રગટ કર્યા નથી અને તેનું યથાર્થ સ્વરૂપ પણ સમજ્યો નથી, સંવર-નિર્જરા પોતે ધર્મ છે; તેનું સ્વરૂપ સમજ્યા વગર ધર્મ કેમ થાય? માટે મુમુક્ષુ જીવોએ તેનું સ્વરૂપ સમજવાની ખાસ જરૂર છે; આચાર્ય દેવ આ અધ્યાયમાં તેમનું વર્ણન ટૂંકમાં કરે છે. તેમાં પ્રથમ સંવરનું સ્વરૂપ વર્ણવે છે.
અર્થઃ– [आस्रवनिरोधः] આસ્રવને રોકવા તે [संवरः] સંવર છે અર્થાત્ આત્મામાં જે કારણોથી કર્મોનો આસ્રવ થાય છે તે કારણોને દૂર કરવાથી કર્મોનું આવવું અટકી જાય છે તેને સંવર કહે છે.
૧. સંવરના બે ભેદ છે-ભાવસંવર અને દ્રવ્યસંવર. તે બન્નેની વ્યાખ્યા ભૂમિકાના ત્રીજા પારાના (૭) મા પેટાભેદમાં આપી છે.
ર. સંવર તે ધર્મ છે; સંવરની શરૂઆત જીવ જ્યારે સમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે થાય છે; સમ્યગ્દર્શન વગર કદી પણ સાચો સંવર હોતો નથી. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાતતત્ત્વોનું સ્વરૂપ યથાર્થપણે વિપરીત અભિનિવેશરહિત જાણવું જોઈએ.
૩. સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી જીવને અંશે વીતરાગભાવ અને અંશે સરાગભાવ હોય છે; ત્યાં વીતરાગભાવ વડે સંવર થાય છે અને સરાગભાવ વડે બંધ થાય છે એમ સમજવું.
૪. અહિંસા વગેરે શુભાસ્રવને ઘણા જીવો સંવર માને છે, પણ તે ભૂલ છે. શુભાસ્રવથી તો પુણ્યબંધ થાય છે. જે ભાવ વડે બંધ થાય તે જ ભાવ વડે સંવર થાય નહિ.
પ. આત્માને જેટલે અંશે સમ્યગ્દર્શન છે તેટલે અંશે સંવર છે અને બંધ નથી, પણ જેટલે અંશે રાગ છે તેટલે અંશે બંધ છે; જેટલે અંશે સમ્યગ્જ્ઞાન છે તેટલે અંશે