Moksha Shastra (Gujarati). Sutra: 4 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 533 of 655
PDF/HTML Page 588 of 710

 

પ૩૪ ] [ મોક્ષશાસ્ત્ર પરદ્રવ્યનું પરિણમન આત્માને આધીન નથી તેથી તેના પરિણમનથી આત્માને લાભ કે નુકશાન નથી. જીવને પોતાના પરિણામથી જ લાભ કે નુકશાન થાય છે.

૬. અ. ૮. સૂ. ૨૩ માં પણ નિર્જરા સંબંધી વર્ણન હોવાથી તે સૂત્રની ટીકા અહીં પણ વાંચવી. તપના બાર ભેદ કહ્યા છે તે સંબંધી વિશેષ ખુલાસો આ અધ્યાયના સૂત્ર. ૧૯-૨૦ માં કરવામાં આવ્યો છે માટે ત્યાંથી જોઈ લેવો.।। ।।

ગુપ્તિનું લક્ષણ અને ભેદ
सम्यग्योगनिग्रहोगुप्तिः।। ४।।

અર્થઃ– [सम्यक् योगनिग्रहो] સમ્યક્ પ્રકારે યોગનો નિગ્રહ તે [गुप्तिः] ગુપ્તિ છે.

ટીકા

૧. આ સૂત્રમાં સમ્યક્ શબ્દ ઘણો ઉપયોગી છે; તે એમ સૂચવે છે કે સમ્યગ્દર્શનપૂર્વક જ ગુપ્તિ હોય છે; અજ્ઞાનીને ગુપ્તિ હોતી નથી. તથા જેને ગુપ્તિ હોય તે જીવને વિષયસુખની અભિલાષા હોતી નથી એમ પણ ‘સમ્યક્’ શબ્દ બતાવે છે. જો જીવને સંકલેશતા (આકુળતા) થાય તો તેને ગુપ્તિ હોતી નથી. બીજા સૂત્રની ટીકામાં ગુપ્તિનું સ્વરૂપ જણાવ્યું છે તે અહીં પણ લાગુ પડે છે.

ર. ગુપ્તિની વ્યાખ્યા

(૧) જીવના ઉપયોગનું મન સાથે જોડાણ તે મનોયોગ છે. વચન સાથે જોડાણ તે વચનયોગ છે અને કાય સાથે જોડાણ તે કાયયોગ છે, તથા તેનો અભાવ તે અનુક્રમે મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ છે. આ રીતે નિમિત્તના અભાવની અપેક્ષાએ ગુપ્તિના ત્રણ ભેદ છે.

પર્યાય શુદ્ધોપયોગની હીનાધિકતા હોવા છતાં તેમાં શુદ્ધતા તો એક જ પ્રકારની છે; નિમિત્ત અપેક્ષાએ તેના અનેક પ્રકાર કહેવામાં આવે છે.

જીવ જ્યારે વીતરાગભાવ વડે પોતાની સ્વરૂપગુપ્તિમાં રહે ત્યારે મન, વચન ને કાયા તરફનું લક્ષ છૂટી જાય છે; તેથી તેની નાસ્તિ અપેક્ષાએ ત્રણ ભેદ પડે છે; એ બધા ભેદ નિમિત્તના છે એમ જાણવું.

(ર) સર્વ મોહ-રાગ-દ્વેષને દુર કરીને ખંડરહિત અદ્વૈત પરમ ચૈતન્યમાં સારી રીતે સ્થિત થવું તે નિશ્ચયમનોગુપ્તિ છે; સંપૂર્ણ અસત્ય ભાષાને એવી રીતે ત્યાગવી કે (અથવા એવી રીતે મૌનવ્રત રાખવું કે) મૂર્તિક દ્રવ્યમાં, અમૂર્તિક દ્રવ્યમાં કે બન્નેમાં